A Friendship Story In Gujarati
A Friendship Story In Gujarati with title “એક મીઠી યાદ” by our writer Hiral Pathak Mehta
“એ સાંજ ક્યારેય નહિ ભુલાય”, વિહાન.
“કેમ તું એવું કહે છે?”, અંતરા?
બંને વર્ષો પછી મળ્યા ને પેહલો સંવાદ ચાલુ થયો.
મેં તને બેહદ પ્રેમ કર્યો છે અને હજી કરું જ છું, પણ માલિની ને જયારે જયારે જોવું છું ત્યારે આંખો ભરાઈ જાય છે, એનો મારા માટે નો વિશ્વાસ , મારા પ્રત્યેની લાગણી જયારે જયારે અનુભવું છું ત્યારે ત્યારે મને મારી જાત પર રોષ આવે છે.
અંતરા, તું કેમ એવું વિચારે છે? માલિની એ ક્યારેય તને અમારા થી અલગ ગણી નથી..ના ક્યારેય ગણશે.
ના આપણે એને ધોકો આપીએ છીએ, તું મારી બહુ સારી મિત્ર છે, અને તને જાણ નહિ હોય પણ મને ક્યારેય કોઈ છોકરી સાથે એટલો મનમેળ નથી બેઠો જેટલો તારા સાથે છે, ના તારા મારી જિંદગી માં રહેવાથી મારા કે માલિની ના પ્રેમ માં કોઈ અડચણ આવે છે.. તું વગર વિચાર્યે કેમ એવું બોલે છે?
વિહાન, મેં તને પેહલી વાર જોયો ત્યારે ના મને તારા માટે કઈ ફીલ થતું હતું ,ના મેં કઈ વિચાર્યું હતું.. તને ખબર જ છે કે હું મારી જિંદગી માં બહુજ ખુશ હતી, શશી મને દિલ થી ચાહે છે અને મારા માટે બહુજ લાગણી છે, એમને મને ક્યારેય પ્રેમ માં ઓછપ આવા નથી દીધી, ના મને કોઈ વાત માટે ટોકે છે, મને બધી જ વસ્તુ ની છૂટ આપે છે , પણ તારા સાથે ક્યારે કેવી રીતે કેમ નો પ્રેમ થઇ ગયો? સમજાતું નથી. તારા સાથે વાત ના થાય તો કઈ ગમે નહિ ,કયારે તારા થી એટલો લગાવ થઇ ગયો મને ખ્યાલ જ ના આવ્યો.. ખબર છે તને વિહાન , હું તને ભૂલી જ નથી સકતી .. એ જાણતા હોવા કે હું જે ચાહું છું, જે વિચારું છું, એ શક્ય નથી, ના તું માલિની ને છોડી શકીશ ના હું શશી ને? એ પણ જાણું છું કે તું મને એક મિત્ર ની નજર થી જ જોવે છે , પણ એવી મિત્ર કે જેના ખોળા માં માથું રાખીને તું સુઈ શકે, જેના ખભે માથું મૂકી રોઈ શકે, જેની સાથે વાત માત્ર કરવા થી શરીર માં એક ઉર્જા નો સંચાર થઇ છે…
મને એ સાંજ એટલે નથી ભુલાતી જયારે તે પેહલી વાર મારો હાથ પકડ્યો હતો, મને એવું ફીલ કરાવ્યું કે હું તારા માટે ખાસ છું, તારા માં ચાલતો શ્વાસ છું, શરીર થી પરે આત્મા સાથે ના સંબંધ ની અનુભૂતિ કરાવી છે તે મને,
તે મને મારા જાત સાથે મેળવી , મેં મારી જાત ને ક્યારેય આટલો પ્રેમ નથી કર્યો, તે મને ઘણી જગ્યાએ એકદમ પરફેક્ટ બનાવી, મને લોકો ને ઓળખવાની સમજ આપી, સૌથી ખાસ તો તે મને હરપળ સાંભળી….
વિહાન , તે મને લાયકાત કરતા વધારે તારા જીવન માં સ્થાન આપ્યું, તારી સારી નરસી સૌ પળો માં તે મને સમય આપ્યો, પણ હવે સમય બદલાયો હોઈ એમ મને લાગે છે, મારા થી તું દૂર હોય એમ મને લાગે છે, જવાબદારીઓ તારી વધી છે એમાં મારુ સ્થાન ઘટ્યું હોય એમ મને લાગે છે, મને તું જ જણાવ , તું જ કહે હું ક્યાં જાઉં? પાછી વળું? તને ભૂલું? જે શક્ય નથી તો યાદ કરું? તું જ કહે મને હું શું કરું?
અંતરા, હું તને સમજુ છું, કદાચ તારા કરતા પણ વધારે…મને પણ તારો સાથ જોઈએ છે, સહકાર જોઈએ છે, મારી જિંદગી માં તારી હાજરી જોઈએ છે? અને તું સાચે જ અમારા જીવન નો , અમારા ઘર ના એક સભ્ય જેવી જ છે, તને ક્યારેય અમે અમારા થી અલગ કરી જ નથી? તો આજે કેમ આવા વિચારો સાથે આવી છે?
રહી વાત પ્રેમ ની તો હા , હું તને તારી જેમ પ્રેમ કરતો નથી.. શરીર ની ભૂખ મને છે નહિ? ના હું એવા કોઈ વિચારો કરું છું જેની અસર આપણા બંને ના જીવન પર પડે…
અને જો તું એવું વિચારે છે કે એક પુરુષ અને સ્ત્રી ફક્ત શરીર સંબંધ હોય તો જ આગળ વધી શકે તો એ ખોટું છે..ખરેખર પ્રેમ એટલે પામવું જ ના હોય? ખરેખર પ્રેમ એટલે ફક્ત શરીર નો ના હોય? મારે તને પામવી નથી શરીર થી તો નહિ જ.. રહી વાત હ્રદય ની તો એમાં તો હું પામી ચુક્યો છું, તો એટલા વર્ષે તું મને ભૂલી નથી શકી…અંતરા, જો એક વાત હંમેશા યાદ રાખજે, શશી જ તારા માટે સર્વસ્વ છે, એ તારા પતિ સાથે સાથે તારો એક મિત્ર છે, હા અમુક વાતો એવી હોય જ તું એને દિલ ખોલીને ના કહી શકે તો તું મને જણાવ, પણ જો તું મારી અને શશી ની સરખામણી કરીશ તો તને કંઈ જ નહિ મળે, કેમ કે શશી ની જગ્યા એના હક અને મારી જગ્યા અને હક અલગ અલગ છે…. બંને ને એક જેવા વિચારીશ તો ક્યારેય એમાં થી બહાર નહિ આવી શકે, અને હું તને આમ નહિ જોઈ શકું…નક્કી તારે કરવાનું છે કે તારે શું કરવું છે? એક સાચા મિત્ર તરીકે મારી સામે બેઠી છું તો હું તને ક્યાંય નહિ જવા દઉં..પણ જો તારા દિલ માં મારા માટે જ લાગણીઓ ઉદભવે છે અને એ પ્રમાણે મારા સામે બેઠી છે તો તું જઈ શકે છે, અંતરા……
અને હું ત્યાં થી ઉભી થઇ અને વિહાન ને કહ્યું, જે દિવસે મિત્ર ની શોધ માં નીકળીશ તો ફરી જરૂર મળીશ , ત્યાં સુધી પ્રેમ પર પૂર્ણવિરામ મુકવામાં માં મારી મદદ કરજે..અને ત્યાં થી ચાલવા માંડી… આજ સુધી હું એને ભૂલી નથી શકી અને ….
વિહાન ખબર નહિ એની અંતરા ને યાદ કરતો હશે કે નહિ? પણ હા એ ગર્વ થી કહી શકું છું કે વિહાન ના જીવન માં એક જ અંતરા હતી, છે અને રહેશે….મારી જગ્યા કોઈ લઈ નહિ શકે….
Stories You May Like To Read

I have a very unique vision for life, Writer by Passion. A Staunch believer of Karma. One can feel the warmth in my writing. I like to write on Life, Relationships, love etc.