Article on death in Gujarati
Article on death in Gujarati by our guest writer Mrs. Hemangi Sharma
જીવનનું અતૂટ સત્ય એટલે મૃત્યુ. માનવી ના જન્મ સાથે થી જ મૃત્યુ સુધીની દૌડ શરૂ થઇ જાય છે. કોઈ તે દૌડ જલ્દી પુરી કરે છે તો કોઈ ધીમે ધીમે. પણ પૂર્ણ તો થાય જ છે. તે જ જીવનનું કટુ સત્ય છે.
જયારે માનવી ગુસ્સા માં હોય છે ત્યારે તેનો તેના પોતાના પર કે પોતાના અસ્થીર વિચારો પર સૈઇયં નથી હોતો. જેના કારણે ઘણી વાર તે જાણે અજાણે આવા શબ્દો ઉચ્ચારી જાય છે કે તેનો પ્રભાવ લાંબા ગાળે પડતો હોય છે ને તે સમયે તે ઈચ્છે તો પણ તેના પર કાબુ નથી રાખી શકતો.
જયારે પણ આપડે કોઈ સારો કે ખરાબ શબ્દ ઉચ્ચારીયે તેની અસર બ્રહ્માંડ માં થતી હોય છે. તે શબ્દો બ્રહ્માંડ માં વિચરતા હોય છે. અને સમય આવે ત્યારે આપડી સામે આવી ને ઉભા રહેતા હોય છે.
ક્યારેય પણ ગુસ્સો આવે તો તે પરિસ્થિતિ થી દૂર થઇ જવાનુ. પણ ક્યારેય આપડા પોતાના કે પારકા માટે નકારાત્મક શબ્દો ના ઉચ્ચારવા. જયારે તે શબ્દો સાચા થતા હોય છે ત્યારે જાણે અજાણે આપડે જ આહત થતા હોઈએ છીએ. તે નકારાત્મક શબ્દો ની અસર બીજા ને થાય તેના કરતા આપણને ખુદને જ વધુ થતી હોય છે. આપડે જ આપણું અહિત કરતા હોઈએ છીએ.
જયારે પણ ગુસ્સો આવે તો ખુદ પર નીકાળો કે કોઈ બીજી વાત માં ધ્યાન પરોવો. કે ભગવાન નું નામ લો. પરંતુ ક્યારેય કોઈ ના માટે નકારાત્મક શબ્દ ના ઉચ્ચારતાં. અંતે તો નુકસાન આપણું જ થતું હોય છે.