Article On Krishna, Radha And His Flute

article on krishna

Article On Krishna, Radha And His Flute

Article on Krishna that makes us realize and understand the pain Krishna and Radha gone through when they left each other.

રાધા ના પ્રેમ નો પુરાવો છે આ વાંસળી,
રાધા ના શ્વાસ ની સુગંધ છે આ વાંસળી,
રાધા ના ઝાંઝર નો રણકાર છે આ વાંસળી,
રાધા ના સ્પર્શ નો એહસાસ છે આ વાંસળી,
રાધા ના મીઠા અવાજ નો કલરવ છે આ વાંસળી,
રાધા ના વિરહ નો પડકાર છે આ વાંસળી,
રાધા ના અશ્રુ ની ધાર છે આ વાંસળી,
એટલેજ કદાચ વિરહ ના વિયોગ ને જાણવા ત્યાગી કૃષ્ણએ આ વાંસળી.

Written by Rahul Desai

જયારે કૃષ્ણ એ વ્રજ છોડ્યું, ત્યારે શું વીતી હશે, એમના ઉપર અને એમની રાધા ના હૃદય પર. ઉપર લખેલી એક નાનકડી કવિતા મા મેં એ વિરહ અને ભાર ને સમજવાનો પ્રયત્ન કર્યો છે.

રાધા, કૃષ્ણ અને વાંસળી આ 3 નો સંબંદ ખુબ ગાઢ છે. જયારે કૃષ્ણ વ્રજ મા હતા  ત્યારે એમને રાધા અને વાંસળી ખુભ જ વ્હાલા હતા. જયારે જયારે કૃષ્ણ વાંસળી વગાડતા, એમને રાધા નું સ્મરણ થતું. અને રાધા ને પણ એ વાંસળી મોહીત કરતી હતી. જેટલો પ્રેમ કૃષ્ણ ને વાંસળી પ્રત્યે હતો, એટલોજ પ્રેમ એમને રાધા પ્રત્યે પણ હતો. કેટલીક એવી ક્ષણો છે જ્યાં યમુના કિનારે રાધા અને કૃષ્ણ બંને નિશબ્દ બેઠા રહેતા હતા અને કૃષ્ણ ની વાંસળી થી નીકળતા મધુર સૂર ને રાધા મન મૂકી ને માણતી હતી. એ એટલી લીન થઇ જતી હતી કે માનો એ વાંસળી ના સૂર ને નહીં, પણ કૃષ્ણ ના હૃદય મા લાગણી બનીને ને વહી રહેલા એ રક્ત નો અનુભવ કરતી હતી. કૃષ્ણ જયારે વાંસળી વગાડતા ત્યારે એમાંથી નીકળતા સૂરમા, કૃષ્ણ ની રાધા પ્રત્યે ની લાગણી હતી, એ જયારે ના મળે ત્યારે એનો વિરહ હતો.

સાંજે જયારે સુરજ આથમતો હોય અને યમુના ના જળ ને એના સોનેરી રંગ મા રંગતો હોય અને એવા રળિયામણા વાતાવરણ મા જયારે કૃષ્ણ એની વાંસળી ના સૂર થી રાધા ના હૃદય અને મન ને સ્પર્શ કરે છે, એ અસ્પૃશ્ય પ્રેમ નો પણ સાક્ષી એ વાંસળી છે. જયારે જયારે કૃષ્ણ એ વાંસળી નો સૂર છેડ્યો છે, ત્યારે ત્યારે રાધા ઘેલી થઈને એ સૂર ની દિશા મા દોડી જતી. એ એક અદભુત પ્રેમ હતો જે કૃષ્ણ ની વાંસળી થી નીકળતો અને રાધા ના હૃદય મા જઈને વસી જતો. જયારે કૃષ્ણ એ વ્રજ છોડ્યું ત્યારે એમને એ વાંસળી પણ ત્યાંજ છોડી દીધી, કારણ, એ વાંસળી સાથે એમની રાધા ની યાદો હતી.કૃષ્ણ ની વાંસળી અને રાધા ના જાંજર ના સુર જયારે સાથે વાગતા, એવું લાગતું જાણે હવા મા એક અદભુત તરંગ ફેલાઈ ગઈ છે. 

જયારે જયારે કૃષ્ણ ને વ્રજ યાદ આવતું, ત્યારે ત્યારે એમને એમની રાધા અને વાંસળી ની યાદ આવતી હશે. એટલેજ એ વાંસડી કદાચ રાધા ના પ્રેમ નો પુરાવો હશે. વાંસળી એ રાધા ના અનમોલ અને નિસ્વાર્થ પ્રેમ નું પ્રતિક છે. યમુના કિનારે જયારે રાધાકૃષ્ણ રાસ રમતા અને ત્યારબાદ, કૃષ્ણ ના ખબા પર માથું મૂકીને પોતાનો થાક ઉતારતી એ રાધા ના દરેક શ્વાસ મા કૃષ્ણ ને એની વાંસળી ના સૂરનું સ્મરણ થતું હતું. 

એ વાંસળી એ સાક્ષી છે રાધા કૃષ્ણ ના પ્રેમ નો અને એમના વિરહનો એટલેજ આ ત્રણેય નો સંબંદ ખુબજ ગાઢ છે. જયારે રાધા ને કૃષ્ણની યાદ આવતી હશે, ત્યારે કદાચ એની સાથે એ વાંસળી પણ રડી પડતી હશે એ કૃષ્ણ ના વિરહ મા. કૃષ્ણ વિના જયારે રાધા યમુના ના તટ પર બેસીને રડતી હશે, ત્યારે એની સાથે રહેલી એ વાંસળી ને કૃષ્ણ બની એનો સૂર વગાડવાનું મન થતું હશે. 

પ્રેમ અને એનો વિરહ કેવો હોય, એ રાધા, કૃષ્ણ અને એની વાંસળી થી વધારે તમને કોઈ તમને નહીં સમજાવી શકે.

Poems You May Like To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.