Childhood Poem
Childhood Poem in Gujarati. This childhood poem in Gujarati is written keeping in mind the current situation of our children. Children, these days , instead of enjoying their childhood are kept engaged in some or the other stuffs. One day, these children will ask you, “What is the meaning of Childhood?”, can you imagine, what will you answer them?.
જવાબ છે?
આજ યુગ મા માં-બાપ નુ ગૌરવ જાળવવા,
કોલહુ ના બૈલ ની જેમ ઘસાતો બાળક,
પૂછે છે , આ બાળપણ એટલે શું ?
સવારે સ્કૂલ , બપોરે ટયુશન્સ ,
સાંજના બીજા અવનવા classes મા બંધાયેલો બાળક ,
પૂછે છે , આ બાળપણ એટલે શું ?
નિશાળ અને ટયુશન્સ ના દફતર નો બોજ ,
માતા-પિતા ના અપેક્ષાઓ ના વજન તળે દબાયેલો બાળક ,
પૂછે છે , આ બાળપણ એટલે શું ?
Diet ના નામે બંધાયેલું એનું ભોજન,
ઘડિયાળ ના કાંટે બંધાયેલો એનો દિવસ જોઈને બાળક ,
પૂછે છે , આ બાળપણ એટલે શું ?
સવાર થઇ , સાંજ થઇ , રાત થઇ ,
પણ , તમારી અપેક્ષાઓ તો વધતીજ ગઈ ,
ના સમજાયું તમને શું વીતતુ હશે એ કોમળ મન પર ,
તમારી અગણિત અપેક્ષાઓ ને પુરી કરવામાં વ્યસ્ત એ બાળક,
એક દિવસ જરૂર પૂછશે ,”આ બાળપણ એટલે શું ?”, એનો “જવાબ છે?”
Let the child be free. Let him achieve what he desires, instead of putting our expectations on his shoulder, we should let him excel in his passion.
Poems You May Like to Read
- Poem in Gujarati- ક્યાં ખોવાઈ ગયું એ બાળપણ
- Poem On childhood memories In Gujarati
- Article On Krishna, Radha And His Flute
- Daughter Poems – દીકરી કહે છે
- Article In Gujarati – What Is Life
- poem on death in gujarati – મૃત્યુ નો ભય લાગે છે.
