Daughter Poems – દીકરી કહે છે
This Daughter Poems is written for saving a girl child.
ગુજરાત ના એક પછાત ગામ ની આ વાત છે. વરસાદ ઓછો પડ્યો હતો અને એક ખેડૂત ના ઘરે એની પત્ની ગર્ભ થી હતી. ખેડૂત મુંઞવણ માં હતો કી જો એના ઘરે દીકરો આવ્યો તો એની પરીસ્થીતી સુધરી શકે છે પણ જો એને દીકરી આવી તો દહેજ નો ભાર એ કેવી રીતે ઉપાડશે. આજ મુંઞવણ ની એને એની પત્ની સાથે વાત કરી અને એમ કહ્યું કી “ જો મારે દીકરો જોઈએ છે આ તું સમજી લેજે, અને દીકરી આવી તો તને અને તારી દીકરી બંને ને બાળી નાખીસ અને જાતે ફાંસી ખાઈ લઈશ.”
આ વાક્ય વાંચી ને તમને એવુજ લાગતું હશે કી આજકાલ ના technical યુગ માં કોણ આવું વિચારે છે. પણ સાહેબ તમને આ જાણી ને ખુબજ આશ્ચર્ય થશે કી આવું પણ થાય છે. Technology બહુજ આગળ વધી ગઈ છે પણ માનવ જાત ની મનોસ્થિતિ ને સુધારી નથી શકાયુ. આજે પણ દેશ ના ઘણા વિસ્તાર મા દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ થઇ રહયો છે. આજે એજ ઘટના પર એક કવિતા લખી છે. આ એ કવિતા છે જે દરેક દીકરી એવા મા બાપ માટે ગાતી હોય છે, જેને દીકરો જોઈતો હોય છે પણ ભગવાન એમને દીકરી આપે છે.
દીકરી કહે છે…..
માં મને દુનિયા માં તો આવવા દીધી હોત, હું પણ દીકરા ની જેમ જીવવા માંગતી હતી કલાક માટે પણ આંખો ખોલવા દીધી હોત, હું પણ તને જોવા માંગતી હતી દિવસ માટે પણ ખોડા મા લીધી હોત, હું પણ માં ની મમતા અનુભવવા માંગતી હતી અઠવાડીયા માટે જીવવા દીધી હોત, હું પણ માં નું ધાવણ ચાખવા માંગતી હતી થોડા મહિના માટે પણ સહારો દીધો હોત, હું પણ મારા પગે ચાલવા માંગતી હતી થોડા વર્ષો સાચવી લીધી હોત, હું પણ જીવન જીવવા માંગતી હતી એક વાર મને મોટી તો થવા દીધી હોત, હું પણ બોજ નથી એ સાબિત કરવા માંગતી હતી માં થોડીક હિંમત કરી ને મને જન્મ દીધો હોત, હું તારો દીકરો બની ને પણ જીવવા માંગતી હતી
ત્યારે એ દીકરી ની આત્મા ને માં ની આત્મા એ જવાબ આપ્યો. મા કહે છે…..
તું દીકરો હોત કે દીકરી, હું પણ મારી સંતાન ને જોવા માંગતી હતી કલાક માટે પણ સહી, હું પણ તને જોવા માંગતી હતી દિવસ માટે હાથ માં લઇ ને, હું પણ મારી પરછાઇ તારા મા જોવા માંગતી હતી અઠવાડીયા માટે તો શું, હું તો તારા જ માટે જીવવા માંગતી હતી થોડા મહિના નો સહારો આપી ને , હું તને મારો સહારો બનાવવા માંગતી હતી થોડાક વર્ષો સાચવી ને હું તને મારા કરતા પણ સારી મા બનતા જોવા માંગતી હતી તું બોજ નથી એ હુ જાણું છુ, અને હું પણ એજ બધાને સમજાવવા માંગતી હતી દીકરી, મેં થોડીક હિંમત જતાવી હોત, તો હું પણ માં બની ને જીવવા માંગતી હતી.
આ માં-દીકરી ની આત્મા નો વાર્તાલાપ છે, જયારે એ ખેડૂત ના ઘરે દીકરી એ જન્મ લીધો હતો. ખેડૂતે એની નવજાત દીકરી અને ક્ષણો પેહલા માં બનેલી પત્ની ને જીવતા બાળી નાખ્યા અને જાતે ફાંસ ખાઈ ને મરી ગયો.
આમા ભૂલ કોની, એ નવજાત બાળક ની જે દીકરો નહીં પણ દીકરી થઇ કે પછી એ મા ની જેના ગર્ભે એને જન્મ આપ્યો? સાહેબ technology તો બદલાતી રેહશે, આવી મનોસ્થિતિ ક્યારે બદલાશે, હું પણ એની રાહ જોઈ રહયો છુ.
Poems You May Like To Read
- Article In Gujarati – What Is Life
- Poem On Life – એ જિંદગી તારાથી કોઈ ફરિયાદ નથી.
- Poem On Wife – પત્ની તુ ધન્ય છે
- In Search Of Happiness – Article In Gujarati
