Friendship Day Poem In Gujarati
Friendship Day Poem In Gujarati by our versatile writer Mrs Hiral Pathak Mehta. A poem that depicts a beautiful bond named “Friendship”. Feel Free to share the poem.
દોસ્ત,
મિત્ર,
સખા,
સહપાઠી,
બધા શબ્દો માં એક જ લાગણી….
શરીર અલગ પણ આત્મા એક,
મગજ બે પણ વિચારો એક,
સુખ અહીંયા તો ખુશી ત્યાં,
દુઃખ અહીંયા તો દર્દ ત્યાં,
એક ની આંખો રડે તો બીજા નું દિલ,
જ્યાં શબ્દો પણ ના સમજે ત્યાં એકબીજાનું મૌન પણ વંચાય,
એવો આ સંબંધ,
પડખે ભલે કોઈ ના હોય પણ આ મિત્ર હમેંશ હોય,
સાઝ ના હોય તમારા સંગીત માં પણ એનો સુર હંમેશ હોય,
થાકીને હારી જઈએ ત્યારે જીતવાની ઉમ્મીદ એ હોય,
વિચારો માં ભલે આપણી નાકારત્મક્તા પણ,
એ હંમેશ સકારાત્મક હોય,
આવો સૌના જીવન માં એક મિત્ર હોય,
થઇ જાય જયારે સૌ દરવાજા બંધ,
ત્યારે આ કમાડ ખુલ્લા હોય,
આંસુ ભલે તમારા પણ,
દિલ માં ઘા આના હોય,
આવો પણ એક સંબંધ હોય,
જેમાં કોઈ સ્વાર્થ નહીં , પણ લાગણી ભરપૂર હોય,
જિંદગી કંઈક ઓર હોય જો આવો એક મિત્ર હોય.
–Hiral Pathak Mehta
More Poems from the Writer
- A Friendship Story In Gujarati
- Love Or Friendship Story
- Love Or Friendship Story Part 2
- Love or Friendship part 3
- Gujarati Poem On Life Expectations

I have a very unique vision for life, Writer by Passion. A Staunch believer of Karma. One can feel the warmth in my writing. I like to write on Life, Relationships, love etc.