friendship poem- મિત્રતા નો ભાવ શું છે?

friendship poem

friendship poem – મિત્રતા નો ભાવ શું છે?

In today’s time where true friendship rare to see, we have written a friendship poem. This poem is dedicated to people who keep friendship above everything. It’s a Gujarati Poem with deep meaning of Friendship.

જેમને તમે પહેલી વાર મળ્યા હોય અને એ તમારા હૃદય મા વસી ગયા ને ,
એ “અહેસાસ” નો ભાવ છે મિત્રતા..

જેમને જોઈને માત્ર તમને આનંદ જ થાય ને,
એ “આનંદ” નો ભાવ છે મિત્રતા..

જેમને તમારા હસ્તા મુખ ની પાછળ ના રડતા મન ને જોયું છે ને,
એ “લાગણી” નો ભાવ છે મિત્રતા..

જેમને આપડે રક્ત થી નહીં પણ દિલ થી બાંધ્યા છે ને,
એ “બંધન” નો ભાવ છે મિત્રતા..

જેમને તમને એટલો હક આપ્યો છે કે એમની સામે તમે હૃદય ખોલી ને વાત કરો છો ને,
એ “વિશ્ર્વાસ” નો ભાવ છે મિત્રતા..

જેમને તમે તમારા ગુસ્સા મા માર્યો,અને તમારા આનંદ ના ક્ષણે હરક ના આંસુ સાથે હસાવ્યો ને,
એ “ચંચળતા” નો ભાવ છે મિત્રતા..

જેમને તમારી સફળતા મા પોતાની ખુશી જોઈ ને,
એ “નિસ્વાર્થ” ભાવ છે મિત્રતા..

જેમને પોતે પાછળ રહી, સદૈવ તમને આગળ વધારવાના નો પ્રોત્સાહન આપ્યો છે ને,
એ “શુભચિંતક” નો ભાવ છે મિત્રતા..

મિત્રો તો ઘણા છે સંસાર મા, પણ જે મિત્ર તમારું જીવન સાર્થક કરી જાયને સાહેબ, એની મિત્રતા પર કધી શંકા ના કરતા…

Poems you might like:

Comments

  1. Pingback: short poems about life - એવા પોતાના માણસ માટે હું તરસુ છુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *