Ganesh Chaturthi Poem

ganesh chaturthi poem

Ganesh Chaturthi Poem

Ganesh Chaturthi Poem by our guest writer Hiral Pathak Mehta.

કેવો અનોખો સંગમ તું…
અડધો માનવ ને મુખે પશુ તું…
જોઉ તને તું અલગ લાગતો….
વિચારું એવો કેવો તું પ્રથમ પૂજાતો…

સાંભળ્યા છે તારા સૌ કૌતુભો…
માં પાર્વતી ની ચોકીદારી ને…
અજાણ પિતા સામે ના વાર્તાલાપો….
બાળપણ ની અનેક વીરગાથાઓ…
જોઉ તને તો હરદમ ભોળો લાગતો….
હે ગણેશ તું કેવો મજાનો???

રિધ્ધી સિધ્ધીની વચ્ચે સુશોભિત…
દૂંદાળો તું ને લાડુ નો ચટોરો…
મોટી કાયા ને વાહન નાનકડું….
એક ઉંદર સાથે તારું આ કેવું લેણું?

વરસાવતો રેહજે સૌ ઉપર કૃપા…
હે વિઘ્નહર્તા તને શત શત નમન….
અનેક નામથી ઓળખાતો….
તું એક ગણેશ મારો….

જય ગણેશ

Wish you all a very Happy Ganesh Chaturthi.

Poems You Like To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.