Gujarati Life Stories

Gujarati Life Stories

Gujarati Life Stories

Gujarati Life Stories by our guest writer Krupali Patel.

અજય , રમીલાબેન અને કિશોરભાઈનું એક માત્ર સંતાન હતું. અજય નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેઓ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હતાં. તેમને પૈસે ટકે હંમેશા કટોકટીનો જ સામનો કર્યો હતો. કિશોરભાઈ રિક્શા ચલાવી અને રમીલાબેન બીજાના ઘરે ઘરકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતાં.
      
અજયનું એક સપનું હતું ડોક્ટર બનવાનું, પરંતુ તેને ઘરની પરિસ્થિતિની જાણ હતી. માટે તેણે ક્યારે પણ આ વાત તેના માતાપિતાને નહોતી કરી. તે હંમેશા પોતાનાથી બનતી મદદ કરવાનો પ્રયત્ન કરતો. તે પોતાના ભણતરના ખર્ચનો ભાર બને તેટલો ઓછો થાય તે પ્રયત્ન કરતો. તે પોતે નાના છોકરાઓને ટ્યુશન આપી તેમાંથી મળતી ફી થી પોતાનો થોડો ખર્ચ ઉપાડી લેતો. તેના માતા પિતા પણ તેને ખૂબ ભણાવવા માંગતા હતાં. તેના માટે તેઓ દિવસ રાત જોયા વિના તનતોડ મહેનત કરવા લાગ્યાં. સામે અજયે પણ પોતાની ઈચ્છાશક્તિને જાગૃત કરી સખત મહેનત કરવા લાગ્યો. એક તરફ માતા પિતાનો પરિશ્રમ, તો બીજી બાજુ અજયની મહેનત બન્નેની મહેનતથી એ સમય પણ આવી ગયો જ્યારે અજયને મેડિકલ કોલેજમાં એડમીશન મળી ગયું અને એ પણ પૂરી સ્કોલરશીપ સાથે.
   
રમીલાબેન અને કિશોરભાઈ તો ખૂબ જ ખુશ થઈ ગયા. બન્નેએ અજયને ખૂબ આશિર્વાદ આપ્યા. પણ કહે છે ને જ્યાં ખુશીઓ વધુ પ્રમાણમાં આવી જાય ત્યાં દુ:ખ દસ્તક આપી જ દે છે. બધું ખૂબ સરસ ચાલી રહ્યું હતું. એવામાં એક દર્ઘટના બની. એક દિવસ અજય તેના પિતા કિશોરભાઈ સાથે ટ્રેનમાં જઈ રહ્યો હતો. સવારનો સમય હતો એટલે ટ્રેનમાં પણ ખૂબ જ ભીડ હતી. ભીડના કારણે ટ્રેનમાં ચડવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું. બીજી ટ્રેન આવી અને આ ટ્રેનમાં પણ ભીડ હતી,પરંતુ આ વખતે કિશોરભાઈ ટ્રેનમાં ચડી ગયા અને અજય ટ્રેનમાં ચડવા ગયો એવામાં ટ્રેન ચાલુ થઈ ગઈ,અને લોકો ધક્કા મુક્કી કરી ચડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, એવામાં અજયનો પગ લપસતા તે સીધો ટ્રેનની નીચે જ પડ્યો. અને તેે ગંભિર રીતે ઘાયલ થયો. આ જોઈ કિશોરભાઈ તો હેબતાઈ જ ગયા. તમણેે તરત જ ટ્રેનની ચેન ખેંચી , ટ્રેનને ઉભી રખાવી. એ ભીડમાંથી પસાર થઈ તરત ટ્રેનમાંથી નીચે ઉતર્યા. ત્યાં સુધીમાંતો સ્ટેશન પર લોકોની ભીડ જમા થઈ ગઈ અને એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. અજયને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
     
અજયની હાલત ખૂબ જ નાજુક હતી. તેને ખૂબ જ ઈજાઓ થઈ હતી. રમીલાબેન અને કિશોરભાઈની તો રડીરડીને હાલત જ ખરાબ થઈ ગઈ હતી. એવામાં ડોક્ટરે બીજા આઘાત જનક સમાચાર આપ્યા, કે અજયની બન્ને કિડનીઓને ખૂબ જ નુકસાન થયું હતું. જેના કારણે બન્ને કિડનીઓ ડેમેજ થઈ ગઈ છે. તેમણે તાત્કાલીક કોઈ ડોનર શોધવા કહ્યું. જેમાં ખર્ચો પણ ખૂબ જ થશે તેવું ડોક્ટરે કહ્યું. કિશોરભાઈ એક મધ્યમવર્ગનાં વ્યક્તિ હતાં. પોતાના દિકરા માટે કઈ પણ કરવા તૈયાર હતા. તેમણે પૈસાની સાથે કિડની ડોનરની પણ વ્યવસ્થા કરવા માંડી. તેમણે પોતાનું ઘર વેચીને પૈસાની સગવડ તો કરી લીધી પરંતુ ડોનર નહોતા મળી રહ્યાં. ડોક્ટરે કહ્યું જો વહેલી તકે ઓપરેશન નહી કરવામાં આવે તો અજયને બચાવવો મુશ્કેલ થઈ જશે. કિશોરભાઈએ પોતાની કિડની આપવાની તૈયારી દર્શાવી પરંતુ તેમની કિડની મેચ ના થઈ શકી. હવે બધી બાજુથી હિમ્મત હારી ગયા હોય તેવું લાગ્યું.
       
કહેવાય છે ને જ્યારે કે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ઈશ્વર એક દરવાજો ખોલી જ આપે છે. અહીં પણ એવું જ થયું, એક સમયમાં કિશોરભાઈએ એક અજાણ્યા માણસની જીંદગી બચાવી હતી. તે વ્યક્તિ શહેરની ધનાઢ્ય વ્યક્તિઓમાંની એક હતી. અચાનક તેના કાને અજયના અકસ્માતના સમાચાર મળ્યા. તેના મનમાં કિશોરભાઈને કોઈપણ રીતે મદદ કરવાની લાગણી જન્મી. તેણે તરત જ કિશોરભાઈને મળવાનું નક્કી કર્યુ. તેઓ તરત જ હોસ્પિટલ કિશોરભાઈને મળવા ગયા.કિશોરભાઈને તો આ વ્યક્તિને સામે જોઈ આશ્ચર્યજ થયું. તે વ્યક્તિએ સામેથી જ કિશોરભાઈને કહ્યું કે તે અજયને પોતાની કિડની ડોનેટ કરવા માંગે છે, સાથે હોસ્પિટલનો બધો ખર્ચ તે જ આપવા માંગે છે. તે વ્યક્તિ કિશોરભાઈ માટે આશાનું કિરણ બની આવ્યાં હતાં.તે વ્યક્તિએ કહ્યું કે જ્યારે કોઈ તેની મદદે નહોતું આવ્યું ત્યારે કિશોરભાઈએ તેની જીંદગી બચાવી હતી. આ જીંદગી કિશોરભાઈની દેન છે, માટે જો એમને કઈ કામમાં આવી શકાય તો તેને ખૂબ શાંતી મળશે. કિશોરભાઈએ પણ તેની વાત સ્વિકારી લીધી. અજયનું ઓપરેશન સફળ રહ્યું અને જલ્દીથી રીકવરી આવવા લાગી.
      
આજે અજય સંપુર્ણ થઈ ઘરે આવ્યો હતો અને થોડા દિવસમાં તેની પરિક્ષાનું પરિણામ આવવાનું હતું. તે ખૂબ નર્વસ હતો, પરંતુ કિશોરભાઈને પૂરો વિશ્વાસ હતો કે તેને જરૂર સફળતા મળશે.એ દિવસ પણ આવી ગયો જ્યારે અજયનું પરિણામ આવ્યું અને એ પણ રાજ્યમાં પહેલો નંબર આવ્યો. બધા ખૂબ જ ખુશ હતાં. કિશોરભાઈએ તે વ્યક્તિનો દિલથી આભાર માન્યો, અને કહ્યું જો તેણે મદદ ના કરી હોત તો આજે અજયને તેઓ ગુમાવી ચુક્યાં જ હોત. તે વ્યક્તિ એક આશાનું કિરણ બની તેમના જીવનમાં આવ્યાં અને તેમનું જીવન બદલાઈ ગયું.જે વ્યક્તિએ તેમની મદદ કરી એ બીજુ કોઈ નહી પરંતુ મુંબઈના નામાંકિત બીઝનેસમેન મી. અમર ઉપાધ્યાય હતાં.

Gujarati Life Stories.

Stories and Poems You may Like to Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.