Gujarati Love Story of voiceless girl

Gujarati Love Story of voiceless girl

Gujarati Love Story of voiceless girl

Gujarati Love Story of voiceless girl by or guest writer Jagruti Kaila.

ખૂબ ખુશનુમા વાતાવરણમાં શર્મા પરિવાર આબુ અંબાજી ફરવા નીકળ્યો, દરેક સ્વજન મસ્તીમાં મસ્ત હતાં  અને ઘડીના છઠ્ઠા ભાગમાં કંઈ સમજાય એ પહેલા જ ગમખ્વાર અકસ્માત થયો. 


વાહન તો જાણે હતું નહોતું થઈ ગયું જોનાર કહી જ ન શકે કે આ સવારીના બધા મુસાફર હયાત હશે. પણ ઈશ્વર કૃપા એ કોઈ જાનહાની નહોતી થઈ છતાં પણ શર્મા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

કેમ કે, પરિવારની વીસ વર્ષની દીકરી મિસરી ગળામાં કાચ વાગતા અવાજ ગુમાવી ચૂકી હતી. પોતાની મીઠી અવાજમાં સાંભળનારના કાનમાં મિસરી ઘોળતો અવાજ બંધ થઈ ગયો.


આ બનાવથી હતપ્રભ થયેલી મિસરીએ આત્મહત્યા કરવાનું વિચાર્યું. પરંતુ બીજી જ પળે વિચાર્યું કે જે અંધ છે એ પણ કલ્પનાના રંગ પૂરી પોતાની જિંદગી રંગીન બનાવે છે. દિવ્યાંગ પગ વગર પણ પગ ભર બની શકે છે તો મારી તકલીફ તો સામાન્ય છે. અને મિસરીએ પોતાના જીવનમાં ફરી જીવીત થવાનું નક્કી કર્યું.


સમય પસાર થતાં ક્યા વાર લાગે છે પાંચ સાત વર્ષમાં એ અદ્ભુત ચિત્રકાર બની ગઈ. પોતાની મૌન ભાષા અને સ્વપ્નને અદ્ભૂત રીતે પ્રસ્તુત કરવા લાગી.

એક દિવસ ડો. સમર્થ કે જે શર્મા પરિવારનો ભૂતપૂર્વ પડોશી હતો તે ઈશ્વરીય વરદાન બની આવ્યો. સમર્થે મિસરીના પરિવારને કહ્યુ કે “અત્યારે હું મિસરી માટે સારા સમાચાર લાવ્યો છું. અત્યારે જે નવી ટેક્નોલોજી આવી છે એનાથી મિસરીનો અવાજ ચોક્કસ પણે પાછો આવશે.” 


“અને હું આ એક ગિફ્ટ મિસરી માટે લાવ્યો છું”, મિસરીએ ગિફ્ટ ખોલી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ કેમ કે આ ગિફ્ટમાં મળેલું ચિત્ર ખુદે જ દોરેલું હતું પરંતુ પોતે દોરેલ ચિત્રમાં દુલ્હનની સેંથી કોરી હતી પરંતુ આ ચિત્રમાં દુલ્હનની માંગ કંકુથી અને ગળુ મંગલસુત્રથી શોભી રહ્યું હતું. 


મિસરીના ભાવ સમજી તરત જ સાર્થકે કહ્યુ,”તું બધાની મૌનની ભાષા જે રંગોથી સમજાવે છે તો એ જ ભાષા મે વાપરી. શું તું મારા પ્રસ્તાવને સ્વીકારીશ? “

મિસરી અસંમજસમાં જવાબ આપે એ પહેલા સાર્થકે કહ્યું, “મારા ઘરના સભ્યોની સંપૂર્ણ સહમતી છે અને મને પણ વિશ્વાસ છે કે તું ફરી મારી બાળપણની કિલ્લોલ કરતી મિસરી બની જઈશ.”આ વાત નો પ્રત્યતર આપવા મિસરીએ દૂધના ગ્લાસમાં મિસરી મેળવી સાર્થકને આપી. અને શર્મા પરિવારના જીવનમાં મીઠાશ ફરી વળી.


જાગૃતિ કૈલા (મોરબી) 

More Stories You May Like To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.