Gujarati Love Story

gujarati love story

Gujarati Love Story

Gujarati love story. A very emotional love story by our Guest Writer Krupali Patel

સવારના સાડા સાત વાગી ગયા હતા, આજે ઉઠવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. અનીકેતની આજે ખૂબ જ મહત્વની મીટીંગ હતી, એટલા માટે તેણે રાત્રે જ નીતીકાને કડક સૂચના આપેલી કે સવારે વહેલા જગાડી દે. પરંતુ આજે નીતીકાને જ મોડું થઈ ગયું. તેણે અનીકેતને જગાડ્યા અને પોતે રસોડામાં નાસ્તો બનાવા લાગી. આજે તેની પણ ડો. અભિષેક સાથે અપોઈન્ટમેન્ટ હતી. નીતીકાએ આ વાત અનીકેતને નહોતી કહી. તેણે ફટાફટ નાસ્તો બનાવી અનીકેતનું ટીફીન પેક કરી આપ્યું. અનીકેત ફ્રેશ થઈ ઓફીસ જવા તૈયાર થઈ ગયો. “સોરી સોરી આજે મારા કારણે તમને મોડું થઈ ગયું” નીતીકાએ કહ્યું.  અનીકેતે તેને શાંત પાડતા કહ્યું, ” તું ચિંતાના કર હજી સમય છે મારી પાસે.”તે નાસ્તો પતાવીને ઓફીસ જવા નીકળી ગયો.

અનીકેતના જતા જ ફરી નીતીકા વિચારોમાં ખોવાઈ ગઈ. તેના વિચારોએ આજે વેગ પકડ્યો હતો. તેની શંકાનું સમાધાન શોધવા જ તે આજે ડો. અભિષેકને મળવા જવાની હતી. છેલ્લા ઘણા સમયથી તેને માથામાં સખત દુખાવો રહેતો હતો. વારેવારે ચક્કર આવી જવા, બેચેની લાગવી જેવી ઘણી  ફરિયાદો રહેવા લાગી હતી. અનીકેત ખૂબ જ કામમાં વ્યસ્ત રહેતો, માટે નીતીકાએ કંઈજ કહ્યા વગર જ ડો. અભિષેકને મળવા જવાનું નક્કી કર્યુ હતું.
ડો. અભિષેક એક વિખ્યાત ન્યુરોસર્જન હતાં.નીતીકામાં નાનપણથી જ એક ગજબની હિમ્મત હતી. તે કોઈપણ મુસીબતને હસતા મોઢે પરાસ્ત કરતી. આજે પણ તેની હિમ્મતની કસોટી હતી. આમ તો તેને અંદાજ આવી જ ગયો હતો કેમકે તે પોતે સાયન્સની વિધ્યાર્થીની હતી. છતા જરાપણ ગભરાયા વગર પૂરી હિમ્મતથી ડોક્ટર પાસે જવા નીકળી ગઈ.

બપોરના 2 વાગ્યે બધા રીપોર્ટ સાથે નીતીકા ડોક્ટરને મળવા પહોંચી. ડો.અભિષેકે બધા રીપોર્ટસ  જોયા, અને થોડા ગંભિર થતા કહ્યુંકે તે અનીકેતને પણ બોલાવી લે. પરંતુ નીતીકાએ કહ્યું તેઓ જે પણ વાત છે તેને કહી શકે છે. નીતીકાએ કહ્યુંકે મેડિકલ કંડિશન વિશે તેને થોડો અંદાજ આવી ગયો છે કેમકે તે એક મેડિકલની વિધ્યાર્થીની છે . માત્ર તે આ વાતની પુષ્ટી કરવા માંગે છે.
     
ડો.અભિષેકે તેની હિમ્મતને બીરદાવી. ડો. અભિષેકે નીતીકાને કહ્યું કે તેને બ્રેઈન ટ્યુમર છે, એ પણ છેલ્લા સ્ટેજમાં. નીતીકાનું હ્રદય ક્ષણભર માટે ધબકવાનું ચૂંકી ગયું. તે આ પરિસ્થિતી માટે તૈયાર તો હતી છતા પણ આઘાત તો લાગ્યો જ હતો. ડોક્ટરે તેને બધી જાણકારી આપી. નીતીકા આભા બની સાંભળી રહી હતી. તેણે ડોક્ટરને માત્ર એટલુંજ પૂછ્યું કે હવે તેની પાસે કેટલો સમય છે? ડો.અભિષેકે કહ્યું વધું મા વધું 3 મહિના. પરંતુ આ 3 મહિના તેના માટે ખૂબ જ કષ્ટદાયક હશે. માટે અનીકેતને આ વાત કહેવી જ યોગ્ય છે.તેણે માત્ર એટલું જ કહ્યું કે તે પોતે જ અનીકેતને પોતાની બીમારી વિશે જણાવશે.
     
આખા રસ્તે એ જ વિચાર કરતી રહી કે તે કઈ રીતે આ વાત અનીકેતને કહી શકશે?પરંતુ વાત તો કરવી જ પડશે એમ વિચારી તે ઘરે આવી. થોડીવારમાં અનીકેત પણ આવી ગયો. નીતીકાએ અનીકેતને પોતાની પાસે બેસાડી પ્રેમથી કહ્યું, ” અનીકેત , મારે તને એક વાત કહેવાની છે,તું શાંતીથી પહેલા સાંભળ જે. અનીકેત મારી પાસે હવે બહું સમય નથી. અનીકેત કઈ સમજી ના શક્યો એટલે તેણે કહ્યું , શેનો સમય નથી? નીતીકાએ  અનીકેતનો હાથ પોતાના હાથમાં લઈ ખૂબ જ પ્રેમ અને હિમ્મત થી કહ્યું “મને બ્રેઈન ટ્યુમર છે અને મારી પાસે માત્ર 3 મહિનાનો સમય છે.” આ સાંભળી તેને વિશ્વાસ જ ના આવ્યો. તેણે કહ્યું તું મજાક કરે છે ને મારી સાથે? મારી નીતીકા તો એકદમ સ્વસ્થ છે,એને કઈ ના થઈ શકે. તું જૂઠ્ઠું બોલે છે ને?

નીતુકાએ કહ્યું , આ સત્ય છે અને તારે તેનો સ્વિકાર કરવો જ પડશે.જો અનીકેત તું ખરેખર મને પ્રેમ કરતો હોય ને તો મહેરબાની કરી મારી હિમ્મત બન. મૈ તારી પાસેથી જ શીખ્યું છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતીનો પણ સહજ સ્વિકાર કરવો. તું મારી હિમ્મત છો અનીકેત. જો તું જ આ રીતે હિમ્મત હારી જઈશ તો હું શાંતિથી મરી પણ નહી શકું. મારે આજે તારા સાથ ની જરૂર છે, મારે આ 3 મહિના માત્ર તારી સાથે રહેવું છે, ફરી તારી સાથે લગ્ન કરવા છે, તારી સાથે  જુહુ બીચ પર આથમતો સૂર્ય જોવો છે, ત્યાંની પ્રખ્યાત પાવભાજી ખાવી છે, અને છેલ્લે સવારનો ઉગતો સૂર્ય જોઈ તારા હાથમાં જ હસતા મોઢે તને કાયમ ને માટે ગુડબાઈ કહેવા માંગુ છું . શું તું મારી આ છેલ્લી ઈચ્છા પૂરી નહી કરે?
અનીકેત ક્ષણભર નીતીકાના ચહેરાને જોઈ રહ્યો હતો. એ જ માસુમ ચહેરો જે હંમેશા હસતો રહેતો , એ જ આજે પોતાની તકલીફ છુપાવી રહ્યો હતો. તેણે મનોમન જ ઈશ્વરને શિકાયત કરી કે તે આ તકલીફ નીતીકાને જ કેમ આટલી તકલીફ આપી. તેણે આજ સુધી કોઈનું દિલ નથી દુખાવ્યું તો કેમ તેને જ આટલી તકલીફ આપી? પરંતુ હવે હું તેની સાથે જ રહીશ અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ.ધીરે ધીરે સમય વીતતો ગયો, અનીકેત નીતીકાની બધી ઈચ્છાઓ પૂરી કરતો. નીતીકાની તબીયત હવે ખૂબ જ બગડવા લાગી હતી.ડોક્ટરે પણ કહી દીધુ કે હવે બહુ સમય નથી તેની પાસે. ધીરેધીરે અનીકેતે નીતીકાની બધી ઈચ્છાઓ પૂરી કરી .
    
આજે નીતીકા ખૂબ જ અસ્વસ્થ લાગી રહી હતી.તેણે અનીકેતને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું કે અનીકેત તું દુનિયાનો સૌથી બેસ્ટ હસબન્ડ છે. તે મારી છેલ્લી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. “Thank you very much”.અને આજે હું તને એક વાત કહેવા માંગુ છુ જે મે ક્યારે પણ તને નથી કહ્યું, કે અનીકેત I Love You. હું તને ખૂબ જ પ્રેમ કરુ છું. આ સાંભળી અનીકેતની આંખોમાં અશ્રુની ધારા વહેવા લાગી. આ શબ્દ સાંભળવા તેને કેટલા વર્ષો રાહ જોઈ હતી. તેણે પણ નીતીકાને કહ્યું હું પણ તને ખૂબ જ પ્રેમ કરુ છું અને હંમેશા કરતો રહીશ. બન્નેની આંખોમાં અશ્રુની ધારા વહેવા લાગી. હવે નીતીકાનો શ્વાસ સહેજ રૂંધાવા લાગ્યો હતો, તેને સમજાઈ ગયું કે હવે તેેના જવા નો સમય આવી ગયો છે, તેણે અનીકેતને કહ્યું કે તે મારી બધી ઈચ્છા પૂ્ર્ણ કરી છે, માત્ર એક જ ઈચ્છા બાકી રહી છે ચાલ હવે એ પણ પૂરી કરી દે. અનીકેત તેના ચહેરાને જોઈ અને તેના બદલાયેલ શ્વાસની ગતી જોઈ સમજી ગયો કે હવે નીતીકાના જવા નો સમય આવી ગયો છે. તેણે નક્કી કર્યુ હતું કે તે નીતીકાને હસતા મોઢે વિદાય આપશે. તેણે નીતીકાનો હાથ પોતાના હાથમાં લીધો. નીતીકા તેના ખોળામાં માથું રાખી પ્રેમ થી અનીકેતને નીહાળતી રહી. ધીરેધીરે તેના શ્વાસની ગતી ઓછી થવા લાગી. અને અંતે તે અનીકેતના ખોળામાં કાયમને માટે ગાઢ નીંદ્રામાં જતી રહી. અનીકેત તેને જોતો જ રહ્યો

Gujarati Love Story You May Like to Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.