Gujarati Poem On Krishna Janmashtmi
Gujarati Poem On Krishna Janmashtmi by our Guest Writer Mrs Hiral Pathak Mehta.
હે શ્યામ તું કેવો હઈશ….?
શ્યામ સુંદર કહેવાતો ને તો ય ગોપી ઓના મન ને લૂભાવતો..હે શ્યામ તું કેવો હઈશ?
એક વાંસળી ને સૂરે સૌ ના મન ને મોહતો…હે મનોહર તું કેવો હઈશ?
ગૌવાળિયો ના સંગે ગાયો દોરાવતો…ને ગોકુળ માં ઘરે ઘરે માખણ ચૂરાવતો….હે માખણચોર તું કેવો હઈશ…?
રાધા સંગ પ્રેમલીલા ને રુકમણી સાથે વિવાહ….
દરશ દિવાની મીરાં નો ..હે મુરલીધર તું કેવો હઈશ…..
દેવકી ની કુખ નું માતૃત્વ ને નંદના ઘરે પાલના….
હે યશોદાલાલ તું કેવો હઈશ?
કંસ સંહારી ને શેષનાગ પર નૃત્ય કરતો….હે વિષ્ણુ…તું કેવો હઈશ?
અગણિત રુપો થી સુશોભિત…..હે શ્યામ તું કામણગારો કેવો હઈશ?
પ્યાસા તુજ દર્શન કાજ આજ સૌ…
હે કૃષ્ણ હવે તું કર અવતરણ….જો તો ખરો આ દુનિયા માં તું કોનો થઈશ?
Poem on Krishna you may like to read

I have a very unique vision for life, Writer by Passion. A Staunch believer of Karma. One can feel the warmth in my writing. I like to write on Life, Relationships, love etc.