Gujarati Poem On Life Expectations

gujarati poem on life expectations

Gujarati Poem On Life Expectations

Gujarati Poem On Life Expectations by our young and versatile writer Mrs Hiral Pathak Mehta.

શીર્ષક: જિંદગી – અનંત અપેક્ષાઓનું ભવસાગર..

કોઈ શોધે સફળતા ની સીડી,
તો કોઈ જુએ હસ્તરેખા….
કોઈ ને મલાલ રહે જન્મવાનો…
તો કોઈ જુએ મૃત્યુ ની રાહ….

કોઈ શોધે સુખ સમૃધ્ધિ…
તો કોઈ શોધે સાથી….
કોઈ ને ખોટ હોય શેરમાટી ની…
તો કોઈ શોધે કુખ….

કોઈ શોધે દુ:ખ નું કારણ…
તો કોઈ આપે કર્મ ને દોષ…..
કોઈ ને સુખ સાચવવાની ચિંતા…
તો કોઈ શોધે સાચું સુખ….

કેવી અવઢવ ભરેલી જિંદગી?
કોઈ માંગે શ્વાસ ઉધાર….
તો કોઈ ના છીનવાય પ્રાણ……

લેખિકા : હિરલ પાઠક મેહતા.

કેટલી અપેક્ષાઓ છે માણસ ને જિંદગી થી. કોઈ ને કઈ ના મળ્યા નું દુઃખ છે તો કોઈને બધું મળ્યા પછી પણ કંઈક ખૂટે છે. આ માણસ છેજ અધીરો. એક જીવન માં એને બદ્ધુજ જીતવું છે. પણ એ જીત્યા નો એને સંતોષ નથી. આ કવિતા માણસ ના આજ સ્વભાવ ને ખુબ સારી રીતે પ્રસ્તુત કરે છે. અંત માં એટલુંજ કહીશ કે જીવન નો આનંદ તો સંતોષ ની 2 પળ માં છે. બાકી ભાગવાનું તો મૃત્યુ સુધી લખેયેલુંજ છે.

More Poems You May Like To Read



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.