Horror Story In Gujarati

Horror Story In Gujarati

Horror Story In Gujarati

Horror Story In Gujarati by our new guest writer Mrs Rupal Mehta. Let’s welcome her on our blog. This the first horror story that we will be posting on our blog.

શિશિર ખુબ મહેનતુ છોકરો હતો. માતા પિતા પણ સારા હોદ્દા પર નોકરી કરતા હતા. મધ્યમ વર્ગના લોકોને કરકસર કરી જીવાની આદત હોય છે.

શિશિર સંતોષી જીવ એટલે નોકરીમાં બધાં એના સારા હોવાનો ફાયદો ઉઠાવતા ને તેને અઠવાડિયે નાઈટ શિફ્ટ આપતા.

એવી જ એક રાત હતી.. નાઈટ શિફ્ટ વેહલી કરી પરોઠના ચાર વાગે પાછો આવતો હતો ત્યારે એની કાર આગળ સુંદર જુવાન છોકરી ટકરાઈ પણ શિશિર માં હિમંત ન્હોતી કે દરવાજો ખોલી બહાર આવે..એ તો હજુ જેવો ઘરે પોચ્યો ત્યાં ટેલિફોનની રિંગ વાગી… ઘરના બધાં સતત વાગતી રિંગ થી સફાળા જાગ્યા… અને શિશિર દરવાજો ખોલ્યો અને એની મમ્મી એ ફોન ઉપાડ્યો… અને એક અટ્ટહાસ્ય સંભળાયું..”બોલ.. તું શિશિરની મમ્મી બોલે છે ને….! એ હજુ દરવાજે છે ને,,!

મને રસ્તામાં મળ્યો પણ ઉભો નથી રહ્યો… આપ તારા દીકરાને…
શિશિર તો અચંબા માં પડી ગયો.. ફોન પર વાત કરી તો પેલી યુવતી બોલી રહી હતી હું ચુડેલ બોલું છું… કેમ તું મને જોઈ ને ઉભો નથી રહ્યો… તું જો હવે…હું તારું શું કરું છું.. ને ફોન મુકાય ગયો..

પછી તો રોજ રોજ ફોન આવવા લાગ્યા જ્યાં જઈએ એની માહિતી હોય જ… ઘરનાં સભ્યો બધાં ના નામ લે,, બધાં તો ગભરાય ગયા હતા…

પછી તો શિશિર તો નોકરી ના જાય,, ક્યાંય બહાર નીકળી ના શકે… એની તબિયત બગડવા લાગી હતી.. અને જાણે પેહલા જેવો શિશિર જ ના જોવા મળે.

માતા પિતા તો કેટલા દોરા ધાગા કર્યા પણ કોઈ ફેર ના પડે.. ફોન ક્યાંથી આવે છે એ એની માહિતી પણ મળતી નહોતી પરંતુ .. માતા પિતા ની ચિંતા એટલી બધી વધી ગઈ હતી કે માનસિક બીમારીના ડોક્ટર પાસે સારવાર કરાવવા લઈ જવાનું નક્કી કર્યું.

ડોક્ટર ને જયારે હક્કીકત કહી… પણ એ તો બિલકુલ માનવા તૈયાર નહોતા..

ધીરે ધીરે ઇલાજ કરી ને ડોક્ટર આજે એ જગ્યા એ રાત ના ચાર વાગે બે કાર આગળ પાછળ રાખી લઈ ગયા ..

એ જ રીતે કાર આગળ વધી.. ત્યાં તો પેલી યુવતી કાર સાથે અથડાઈ… પણ આ વખતે શિશિર ને ખબર હતી કે મારી પાછળ બીજી કાર માં ડોક્ટર ને મમ્મી પપ્પા સાથે છે.

ડોક્ટર ના પ્લાન મુજબ જ શિશિર ચાલી રહ્યો.. જેવી યુવતી કાર સાથે અથડાઈ કે તે બહાર નીકળી ગયો.. અને તે સાથે પોલીસ વાન પણ આવી પોહચી યુવતીને ઝડપી લીધી.. એના જૂઠ નો પર્દાફાશ કર્યો. એક ઉગતા સૂર્ય ને ફરી સોનેરી સવાર મળી.

© રૂપલ મહેતા (રુપ✍️)

Stories You May like to Read

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.