Krishna Bhakti Poem in Gujarati

Krishna Bhakti Poem in Gujarati

Krishna Bhakti Poem in Gujarati

Krishna Bhakti Poem in Gujarati written by Rahul Desai. The poem tells us that to please Krishna, we need to sacrifice a lot. It acknowledges the sacrifice made by great souls like Radha, Meera , Sudama etc.

કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે,
પણ,એને હૃદય માં પધરાવવા તો,
રાધા થવું પડે.. (1)

કૃષ્ણ ને શોધવા સેહલા છે,પણ
સ્વયં ને એનામાં સમાવવા તો ,
મીરા થવું પડે.. (2)

કૃષ્ણ ને ભોગ લગાવવો સહેલો છે,
પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો,
એને અર્પણ કરવા તો,
સુદામા થવું પડે.. (3)

કૃષ્ણ ભજવા સેહલા છે ,પણ
મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર,
એને બોલાવવા તો ,
દ્રૌપદી થવું પડે..(4)

કૃષ્ણ ને મિત્ર બનાવવા સેહલા છે,
પણ, એના વૈભવ ને નકારી ,
એની મિત્રતા ને પામવા તો ,
અર્જુન થવું પડે..(5)

કૃષ્ણ ને ગુરુ બનાવવા સેહલા છે,
પણ, એની શિક્ષા ની લાજ માટે,
સ્વયં નું મૃત્યુ સ્વીકારવા તો,
અભિમન્યુ થવું પડે..(6)

ઈશ્વર બનીને વરદાન આપવા સેહલા છે,
પણ, ઈશ્વર થઈને માણસની
વેદના ભોગવવા તો,
માત્ર ‘કૃષ્ણ’ જ થવું પડે..!
(7)
Rahul Desai

So, if you want to embrace Krishna, make sure that you can sacrifice like the above great souls did.

Krishna Poems You May Like to Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.