Krishna Poem In Gujarati

krishna poem

Krishna Poem

Krishna Poem is written keeping in mind the Lord as Human Being. Krishna, as everyone knows is Supreme Personality of Godhead. But, if we try to understand him, we will realize that he is also a Human Being. This poem resembles Krishna’s life as a normal human and what he taught us during his life.

અંધારી અને તોફાની રાત મા જેને જન્મ લીધો છે,
બાળપણ થી જ જેને મૃત્યુ ના ભય નો સામનો કર્યો છે ,
નાની ઉમર મા જેને દુઃખ ને સ્વીકાર્યુ છે,
કૃષ્ણ એક માણસ છે , જેને તમે ઈશ્વર માનો છો .

નાની ઉમર મા જેને પ્રેમ નુ મહત્ત્વ સમજાવ્યું છે,
માતા-પિતા, મિત્રો ને જેને સ્વયં થી વધારે પ્રેમ કર્યો છે,
વ્રજ ધામ જેના વગર નિરસ લાગે છે,
કૃષ્ણ એક માણસ છે , જેને તમે ઈશ્વર માનો છો .

૧૧ વર્ષ ની ઉંમરે જેને એક અહંકારી રાજા નો વધ કર્યો છે ,
૧૧ વર્ષ ની ઉંમરે જેને એક રાજા બનવાનો પ્રસ્તાવ નકર્યો છે ,
રાજગાદી ના બદલા મા જેને આશ્રમ નો સ્વીકાર કર્યો છે ,
એ કૃષ્ણ એક માણસ છે , જેને તમે ઈશ્વર માનો છો .

સમય આવે ત્યારે દુશ્મનો નો જેને સંહાર કર્યો છે,
સમય આવે ત્યારે રણ છોડીને પણ જે ભાગ્યો પણ છે,
એજ સમય ના ચક્ર થી જે સ્વયં પણ બંધાયેલો છે,
એ કૃષ્ણ એક માણસ છે , જેને તમે ઈશ્વર માનો છો .

પાંડવો માટે જે તારણહાર છે,
કૌરવો માટે જે ખુલ્લી તલવાર છે,
મહાભારત ના યુદ્ધ નો ભાર જેના ખબા ઉપર છે,
એ કૃષ્ણ એક માણસ છે , જેને તમે ઈશ્વર માનો છો.

અપાર દુઃખ અને વેદના જેને સહન કરી છે ,
ધર્મ માટે જેને સ્વયં ના જીવન ના અનેક સુખ નો ત્યાગ કર્યો છે ,
સ્વયં વિરહ સહી સંસાર ને પ્રેમ ની ભાવના જેને સમજાવી છે ,
એ કૃષ્ણ પણ એક માણસ છે , જેને તમે ઈશ્વર માનો છો .

Poems You May Like:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.