Krishna Poem
Krishna Poem: કૃષ્ણ ને ઓળખવા વાળા તો ઘણા છે, પણ એને સમજે એવો કોઈ વ્યક્તિ નથી. કૃષ્ણ ને પણ એટલી પીડા અને દુઃખ ભોગવી પડી હતી જેટલા આપડે ભોગવી રાહ્ય છે. ફરક માત્ર એટલો કે, એમણે એ સૌ દુઃખ અને પીડા નો સ્વીકાર કર્યો. જયારે આપડે, એવું જીવન ઇચ્છીયે છે, જય કોઈ દુઃખ કે પીળા ના હોઈ. કૃષ્ણ નું જીવન એટલુંજ પવિત્ર છે જેટલા ગીતા. જે ગીતા એમણે કહી છે , એવું જીવન એ જીવ્યા છે.
કૃષ્ણ, તારા સ્મિત ના તો ઘણાએ દિવાના છે,
પણ, તારી પીડાનો કોઈ ચાહક નથી.
કૃષ્ણ, તારી સોનાની દ્વારકા સહું ને રળિયામણી લાગે છે,
પણ, એ બનાવા તે કરેલા સંઘર્ષ નો કોઈ ચાહક નથી.
કૃષ્ણ, તારી આંખો મા દેખાતતા જીવન ના સુખ ના દાવેદાર તો ઘણા છે,
પણ, એ આંખો મા રહેલી વેદના ને સમજે એવો કોઈ ચાહક નથી.
કૃષ્ણ, તે કહેલી ગીતા તો સૌએ વાંચી છે,
પણ, એમા કહેલી વાતો ને જીવન મા ઉતારે એવો કોઈ ચાહક નથી.
કૃષ્ણ, સહુના સુખ, દુઃખ ને સદાય સ્વીકારે એવું તારું વ્યક્તિત્વ છે,
પણ, તારા દુઃખ ને સ્વીકારે એવો કોઈ ચાહક નથી.
કૃષ્ણ, તારી વાંસળી ની સૂર ના ઘેલા તો ઘણાય છે,
પણ, એ સૂર મા વહી રાહેલી તારા હૃદય ની પીડાને સમજે એવો કોઈ ચાહક નથી.
કૃષ્ણ , તારું સુદર્શન કવચ તો સૌને પ્રાપ્ત કરવું છે,
પણ, ખુદ સુદર્શન ધરાવનાર તુ પણ ક્યાં મૃત્યુ ને રોકી શક્યો છે, એ સમજનાર કોઈ ચાહક નથી.
