Life Poem In Gujarati
Life Poem In Gujarati by our guest writer Mrs. Hiral Pathak Mehta. A very well written poem that makes you feel, how time reacts sometime.
હોઠે મીઠાશ ને પીઠે ઘા વાગે છે….
કોને ખબર કેવો સમય ચાલે છે?
હોય પૈસા થી ભરેલા ખિસ્સા, તો…
સંબંધો પણ આપણા તાલે નાચે છે…
કોને ખબર કેવો સમય ચાલે છે?
દુઃખ ના માંગો તો આપવા હજાર બેઠા છે….
પીડા નો ભાર અહીં ક્યાં કોઈ ઝાલે છે….
કોને ખબર કેવો સમય ચાલે છે?
દોષ જોવા ને નીચા પાડવા છે અહીં પડાપડી..
અહીં આપણા જ કરમ નો ચુકાદો ચાલે છે…
કોને ખબર કેવો સમય ચાલે છે?
છે હરેક ની વ્યથા કંઈક આવી જ….
તો પણ ક્યાં કોઈને સમજાય છે…..
વહેતી ગંગા માં હાથ ધોવા સૌ તૈયાર થાય છે…
કોને ખબર કેવો સમય ચાલે છે?
Poems you may Like to Read
- Relationship Poems in Gujarati
- Gujarati Motivational Story – “આશાનુ કિરણ”
- Hindi Love Quotes
- Gujarati Life Stories

I have a very unique vision for life, Writer by Passion. A Staunch believer of Karma. One can feel the warmth in my writing. I like to write on Life, Relationships, love etc.
Comments
Saras