Love or Friendship part 3

Love or Friendship part 3

Love or Friendship part 3

Love or Friendship part 3 by Hiral Pathak Mehta. This is the final part of the story. Read the climax. In case you missed the first 2 parts, you can read them from here : Love Or Friendship Story Part 1 and Love Or Friendship Story Part 2

એકાએક ફોન ની ઘંટડી રણકી અને મારી આંખ ખુલી ગઈ. ફોન ઉપાડતા સામેથી પ્રતિસાદ મળ્યો,”કેમ ફોન ઉપાડતા આટલી બધી વાર?”. મેં જવાબ આપ્યો, “બસ, કામ ના થાક ના કારણે જરાક આંખ લાગી ગઈ હતી.” આજે મેં એટલા માટે ફોન કર્યો હતો કે, ઓફિસમાં કામ નથી અને બોસ પણ રજા ઉપર છે, તો આપણે આજે બહાર જઈએ, જો તને વાંધો ના હોય તો. વાંધો? મને શું વાંધો હોય? તારા હેવી સારી કંપની હોય તો ફરવાની મજા તો કઈંક ઓર જ હોય ને!

સમર્થ નો ફોન મૂક્યા બાદ તરત જ સ્નાન કરવા ગઈ. નાહીને દરરોજ ના ક્રમ પ્રમાણે દર્પણ સામે બેસીને વાળ ઓળવા માંડી. મને મારી જાત પર ગર્વ થતો હતો, કે હું એ જ માહી છું જ કોલેજ માં હતી. કોલેજ પુરા કર્યે આટલી વખત થઇ ગયો છતાં પણ છોકરાઓ ની તો હું પસંદ આજે પણ રહી જ છું. સમર્થ પણ એમાંનો એક જ છે. પણ હા, એ બધા છોકરાઓમાં થી મને પણ સમર્થ જ પસંદ હતો.

સમર્થ ની વાતો, એનો મારા પ્રત્યેનો પ્રેમ, દેખરેખ એ સૂચવતો હતો કે અમારી મિત્રતા નિસ્વાર્થ હતી. એ દિવસો કઈંક ઓર જ હતા! વિચારો ની દ્વિધા ચાલુ જ હતી, ત્યાં અચાનક ફરી ફોન આવ્યો, :માહી, તું હજી ઘરેથી નીકળી નથી? બસ, તૈયાર જ છું. ઓકે તો ક્યાં આવું? એમાં પૂછવાનું હોય? આપણી એ જ જગ્યા પર. સારું, સમજી ગઈ, મેં જવાબ આપ્યો. સમર્થ ના મનપસંદ રંગના કપડાં પહેરીને હું ત્યાં પહોંચી. સમર્થ આવીને જ ઉભો હતો. મેં કાર નો કારવાજો ખોલ્યો અને એમાં દાખલ થઇ. અમે બંને બહાર ગયા. મોટા રેસ્ટોરન્ટમાં લંચ કર્યું અને એકબીજાના સુખદુઃખ ની વાતો કરી.ત્યારબાદ એ મને ઘરે મૂકી ગયો. સમર્થ અવારનવાર અમારા ઘરે આવતો હોવાથી મારા માતાપિતા ને તેના આવવા પર કોઈ વાંધો ન હતો, કે ના મને તેને મળવા માટેનો કોઈ પ્રતિબંધ. આમને આમ દિવસો જતા હતા. એ જ અમારો મળવાનો ક્રમ , એ જ સમર્થ અને એ જ હું માહી. ફરક હતો તો બસ સમય નો.

એ વાત ને ચાર વરસ વીતી ગયા. હવે હું યૌવન ના એવા અરે આવીને ઉભી હતી કે જેમાં મારે જીવનસાથી ની જરૂર હતી પણ મને ક્યારેય એવું નહોતું કે મારે કોઈ વ્યક્તિ ની જરૂર છે પરંતુ એક દીકરી ના માતાપિતા ને તો આખરે સમાજ માં રહેવાનું એટલે એમને મને વાત કરી. માહી, તને નથી લાગતું કે હવે તારે પોતાનું ઘર લઈને બેસી જવું જોઈએ? મેં કહ્યું,” આ મારુ તો ઘર છે.” બેટા, દીકરી તો પારકી થાપણ કહેવાય, એક દિવસ તો એને માબાપ નું ઘર છોડી પારકું ઘર અપનાવું જ પડે. પણ મમ્મી, લગન કરવા માટે એક છોકરા ની જરૂર પડે એ છોકરો લાવવો ક્યાંથી? અરે! એમાં છોકરો શોધવાની ક્યાં જરૂર છે? મતલબ? તું સમજી નહિ હું શું કેહવા મંગુ છું? -મમ્મી એ કીધું.

સમર્થ?- મેં જવાબ આપ્યો?મમ્મી, તું પણ ગાંડી છે. સમર્થ ને લગન? અમે તો સારા મિત્રો છીએ. તો શું આ મિત્રતા લગ્ન માં ના પરિણમી શકે? પરંતુ મમ્મી , મેં કયારેય સમર્થ ને આ વાત ની જાણ કરી નથી કે ના સમર્થ એ મને. તો શું થયું ? હવે કરી લે વાત.

મમ્મી પપ્પા સાથે વાત કર્યા પછી તો જાણે મને પાંખો આવી ગઈ. સમર્થ ને ભાવિપતિ તરીકે વિચારતા જ મારુ મન આનંદ થી ઝૂમી ઉઠ્યું. પેટ માં તો એવું થતું હતું કે ક્યારે સમર્થ ને મળું અને એને આ વાત ની જાણ કરું કે ટૂંક સમયમાં અપને લગ્નના પવિત્ર બંધન માં બંધાઈ જઇશુ.મેં સમર્થ ની ઓફિસે ફોન કર્યો, તો જવાબ મળ્યો કે, ચારપાંચ દિવસ થી તો સમર્થે ઓફિસમાં હાજરી જ નથી આપી. ઘરે ફોન કરતા જાણવા મળ્યું કે, એ તો કોઈ કારણસર મુંબઈ ગયો છે. હું વિચારવા માંડી કે, સમર્થ એવું તો કોઈ કામ નથી કરતો કે જેથી એને મુંબઈ જવું પડે. પછી અચાનક જ વિચાર બદલાઈ ગયો કે હશે કોઈ કામ આવી ગયું હશે. વિચારોની હારમાળા તો આમ જ ચાલુ હતી અને મારી આંખ મીચાઈ ગઈ.

બીજા દિવસે એક નવી આશા સાથે સુરજ નું આગમન થયું, સવાર પડતા જ પંખીઓનો મધુર કલરવ મારા કાને પડતા આંખ ખુલી. નિત્યકર્મ પરવારી તૈયાર થઇ અને ફોન પર નજર પડી, અને મારી આંગળીઓ ને રોકી ના શકી. તરત જ સમર્થ ને ફોન લગાવ્યો, સામે સમર્થ જ હતો,”હાય, ડાર્લિંગ! બોલ”..તારા તો કોઈ સમાચાર જ નથી? ક્યાં ગયો હતો?, એવું તો શું જરૂરી કામ આવી ગયું કે તે મને જણાવાનું યોગ્ય ના સમજ્યું? ક્યારે આવ્યો? ” આમ અનેક સવાલોની વર્ષા ઘડીકમાં જ મેં વરસાવી દીધી. ત્યાં જ સમર્થ મને અટકાવતા બોલ્યો, મમ્મી ના મામા ની દીકરી બીમાર હોવાથી ત્યાં ગયો હતો, તેનું નામ છે નિર્મળા. આ પેહલા તો ક્યારેય સમર્થે નિર્મળા નો ઉલ્લેખ પણ નહોતો કર્યો, પણ મને એની વાત માં થોડો વિશ્વાસ બેઠો એટલે મેં પૂછી નાખ્યું, ” શું એ હવે ઠીક છે?”! અને તું મને ક્યારે મળે છે હવે એ કહે! મારે તને વાત કરવી છે. સમર્થે કહ્યું, “આજે જ. પણ ક્યાં? અરે! વહી જહાં કોઈ આતા જતા નહિ…. ઓકે, માય ડિયર સમર્થ! કહી મેં ફોન મુક્યો અને એને મળવા ની તૈયારી માં લાગી ગઈ.

સમર્થ સાથે ની મારી ભવિષ્ય ની યોજનાઓ શું છે? તેની ખબર હું મારી સૌથી નજીક ની સહેલી ને આપવા માંગતી હતી. સમર્થ ને મારે ૬:૦૦ વાગે મળવાનું હતું, તો જરા વહેલી તૈયાર થઇ ઘરે થી નીકળી સીધી કવિતા ના ત્યાં જ પહોંચી. થોડો મન ના ડર પણ હતો કે આજે બહુ ગાળો ખાવી પડશે કેમ કે કવિતા ને મેં છેલ્લા દોઢ વરસ થી ફોન પણ નહોતો કર્યો ના એના ખબર અંતર પૂછ્યા હતા. પણ આજે તો પેહલા એને નહિ જણાવું તો કદાચ ફરી વાત પણ નહિ કરે..ડોરબેલ વગાડ્યો ને એના મનગમતા ફૂલ હાથ માં રાખ્યા અને દરવાજો ખુલે એની રાહ જોવા લાગી…પણ સામે તો એના મમ્મી આવ્યા , અરે! માહી તું? આવ બેટા, બહુ વખતે આવી? મેં તરત જ પૂછી નાખ્યું, કવિતા ક્યાં છે? આન્ટી બોલ્યા , બેટા એના તો લગ્ન થઇ ગયા, એ હવે મુંબઈ માં રહે છે.હું તો દંગ જ રહી ગઈ. આન્ટી પાસે થી એડ્રેસ અને ફોન નંબર લઇ ત્યાં થી નીકળી અને સમર્થ પાસે પહોંચી.

આજે પણ સમર્થ વહેલો આવી ગયો હતો, કાર નો દરવાજો ખોલ્યો અને અંદર બેઠી. ને અમે અમારી એ જ મનગમતી કોફી શોપ પર પહોંચ્યા. સમર્થ એ હાથ પકડ્યો ને કહ્યું બોલો માહી ને શું વાત કરવી હતી? સમર્થ ને મમ્મી પપ્પા સાથે થયેલ સઘળી વાત કરી અને મારી ઈચ્છા પણ બતાવી કે હું એને મારા ભાવિ પતિ તરીકે જોઉં છું અને હું બહુ જ ખુશ છું, પણ આ શું ? સમર્થ ના ચેહરા પર મને ખુશી ના કોઈ ભાવ ના જોવા મળ્યા..ના હું એનું કારણ સમજી શકી. એનો ચેહરો જોઈને મને લાગ્યું કે શું એને પરાણે આ બંધન માં બંધવા માટે દબાણ કરી રહી હતી. ના એને કહી કહ્યું ના મેં આગળ કઈ પૂછ્યું, કેમ કે આ બધા પેહલા સમર્થ મારો સારો મિત્ર છે જેને હું ખોવા નહોતી માંગતી, વિચાર્યું કે થોડો સમય આપું પછી એ જ સામે થી એની અનુમતિ જણાવશે.

આ વાત ને ચાર-પાંચ દિવસ થયા અને સમર્થ નો ફોન આવ્યો કે મારે ફરી મુંબઈ જવું પડશે. મને થયું લાવ હું પણ સાથે જઉ એ બહાને કવિતા ને પણ મળતી આવું. એ બહાને સમર્થ ને કંપની પણ અપાશે અને કવિતા સાથે એક દિવસ રહેવાશે પણ. સમર્થ મને લઇ જવા રાજી નહોતો પણ અંતે મારી જીદ સામે એને ઝૂકવું પડ્યું.

અમે રવિવારે મુંબઈ જવા રવાના થયા. મુંબઈ ની ધરતી પર પગ મુક્ત જ હું તો જાણે ગગનવિહાર કરવા માંડી. પેહલીવાર મેં મુંબઈ જોયું. ત્યાંનું ઝડપી જીવન, અભિનેતાઓ ની ભૂમિ અને માયા નગરી..મને બધું જાણે સ્વપન જેવું લાગતું હતું એમાં પણ સાથે સમર્થ બીજું શું જોઈએ? અમે ત્યાં એક હોટેલ માં રૂમ બુક કરાવ્યો અને રહેવા લાગ્યા. સમર્થ કામ થી બહાર જવાના હતા તો મેં વિચાર્યું હું પણ કવિતા ને મળી આવું. તૈયાર થઇ ને કવિતા ના ઘરે જવા નીકળી. ફરી આજે એ જ કવિતા ના મનગમતા ફૂલ સાથે એના ત્યાં પહોંચી , ઘર ની બહાર પહોંચી ને બહાર નામ નું બોર્ડ વાંચતા જ મારા પગ નીચે થી જાણે જમીન ખસી ગઈ, “કવિતા સમર્થ વ્યાસ”.. તો પણ બધો ભાર માથે થી ખંખેરી ડોરબેલ વગાડ્યો અને દરવાજો ખુલતા જ સામે સમર્થ… સમર્થ ને પણ મને ત્યાં જોઈને ઝાટકો લાગ્યો. પાછળ થી કવિતા આવી ને પૂછ્યું, ” કોણ છે?”અને મને જોઈને એકદમ હરખાઈને બોલી, અરે માહી તું? એ પણ અહીં મુંબઈ માં? અને મને ખેંચીને અંદર લઇ ગઈ. કેટલો સમય થઇ ગયો…અને સમર્થ સાથે મારી ઓળખાણ કરાવી.પરંતુ એને શું ખબર એનો પતિ જે મારો ભાવિ પતિ બનવાનો હતો.

ગમે તે રીતે મુલાકાત પતાવી હું ત્યાં થી હોટેલ જવા નીકળી, સમર્થ પણ મારી પાછળ આવ્યો…અને માફી માંગવા લાગ્યો. પરંતુ હું કેવી રીતે માફ કરું? જેને મારુ ઘર વસ્યા પેહલા જ ઉજાડ્યું .. વગર પરણે મને વિધવા બનાવી …

સમર્થ એ કીધું તું ફક્ત મારી વાત સાંભળી લે પછી તું ફેંસલો કરજે કે તું મારી જગ્યાએ હોત તો તું શું કરત?

મેં એને કહ્યું સમર્થ, પ્રેમ અને દોસ્તી માં મારી દોસ્તી જીતી ગઈ…તું તારા જીવન માં ખુશ રહે….કવિતા સાથે અને તારા સાથે ની મિત્રતા કાયમ રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.