Love Or Friendship Story Part 2

Love Or Friendship Story part 2

Love Or Friendship Story Part 2

Love Or Friendship Story Part 2 by Mrs. Hiral Pathak Mehta. In continuation with Love or Friendship Story

બીજા દિવસે એક નવી આશા સાથે સુરજ નું આગમન થયું, સવાર પડતા જ પંખીઓનો મધુર કલરવ મારા કાને પડતા આંખ ખુલી. નિત્યકર્મ પરવારી તૈયાર થઇ અને ફોન પર નજર પડી, અને મારી આંગળીઓ ને રોકી ના શકી. તરત જ સમર્થ ને ફોન લગાવ્યો, સામે સમર્થ જ હતો,”હાય, ડાર્લિંગ! બોલ”..તારા તો કોઈ સમાચાર જ નથી? ક્યાં ગયો હતો?, એવું તો શું જરૂરી કામ આવી ગયું કે તે મને જણાવાનું યોગ્ય ના સમજ્યું? ક્યારે આવ્યો? ” આમ અનેક સવાલોની વર્ષા ઘડીકમાં જ મેં વરસાવી દીધી. ત્યાં જ સમર્થ મને અટકાવતા બોલ્યો, મમ્મી ના મામા ની દીકરી બીમાર હોવાથી ત્યાં ગયો હતો, તેનું નામ છે નિર્મળા. આ પેહલા તો ક્યારેય સમર્થે નિર્મળા નો ઉલ્લેખ પણ નહોતો કર્યો, પણ મને એની વાત માં થોડો વિશ્વાસ બેઠો એટલે મેં પૂછી નાખ્યું, ” શું એ હવે ઠીક છે?”! અને તું મને ક્યારે મળે છે હવે એ કહે! મારે તને વાત કરવી છે. સમર્થે કહ્યું, “આજે જ. પણ ક્યાં? અરે! વહી જહાં કોઈ આતા જતા નહિ…. ઓકે, માય ડિયર સમર્થ! કહી મેં ફોન મુક્યો અને એને મળવા ની તૈયારી માં લાગી ગઈ.

સમર્થ સાથે ની મારી ભવિષ્ય ની યોજનાઓ શું છે? તેની ખબર હું મારી સૌથી નજીક ની સહેલી ને આપવા માંગતી હતી. સમર્થ ને મારે ૬:૦૦ વાગે મળવાનું હતું, તો જરા વહેલી તૈયાર થઇ ઘરે થી નીકળી સીધી કવિતા ના ત્યાં જ પહોંચી. થોડો મન ના ડર પણ હતો કે આજે બહુ ગાળો ખાવી પડશે કેમ કે કવિતા ને મેં છેલ્લા દોઢ વરસ થી ફોન પણ નહોતો કર્યો ના એના ખબર અંતર પૂછ્યા હતા. પણ આજે તો પેહલા એને નહિ જણાવું તો કદાચ ફરી વાત પણ નહિ કરે..ડોરબેલ વગાડ્યો ને એના મનગમતા ફૂલ હાથ માં રાખ્યા અને દરવાજો ખુલે એની રાહ જોવા લાગી…પણ સામે તો એના મમ્મી આવ્યા , અરે! માહી તું? આવ બેટા, બહુ વખતે આવી? મેં તરત જ પૂછી નાખ્યું, કવિતા ક્યાં છે? આન્ટી બોલ્યા , બેટા એના તો લગ્ન થઇ ગયા, એ હવે મુંબઈ માં રહે છે.હું તો દંગ જ રહી ગઈ. આન્ટી પાસે થી એડ્રેસ અને ફોન નંબર લઇ ત્યાં થી નીકળી અને સમર્થ પાસે પહોંચી.

આજે પણ સમર્થ વહેલો આવી ગયો હતો, કાર નો દરવાજો ખોલ્યો અને અંદર બેઠી. ને અમે અમારી એ જ મનગમતી કોફી શોપ પર પહોંચ્યા. સમર્થ એ હાથ પકડ્યો ને કહ્યું બોલો માહી ને શું વાત કરવી હતી? સમર્થ ને મમ્મી પપ્પા સાથે થયેલ સઘળી વાત કરી અને મારી ઈચ્છા પણ બતાવી કે હું એને મારા ભાવિ પતિ તરીકે જોઉં છું અને હું બહુ જ ખુશ છું, પણ આ શું ? સમર્થ ના ચેહરા પર મને ખુશી ના કોઈ ભાવ ના જોવા મળ્યા..ના હું એનું કારણ સમજી શકી. એનો ચેહરો જોઈને મને લાગ્યું કે શું એને પરાણે આ બંધન માં બંધવા માટે દબાણ કરી રહી હતી. ના એને કહી કહ્યું ના મેં આગળ કઈ પૂછ્યું, કેમ કે આ બધા પેહલા સમર્થ મારો સારો મિત્ર છે જેને હું ખોવા નહોતી માંગતી, વિચાર્યું કે થોડો સમય આપું પછી એ જ સામે થી એની અનુમતિ જણાવશે.

આ વાત ને ચાર-પાંચ દિવસ થયા અને સમર્થ નો ફોન આવ્યો કે મારે ફરી મુંબઈ જવું પડશે. મને થયું લાવ હું પણ સાથે જઉ એ બહાને કવિતા ને પણ મળતી આવું. એ બહાને સમર્થ ને કંપની પણ અપાશે અને કવિતા સાથે એક દિવસ રહેવાશે પણ. સમર્થ મને લઇ જવા રાજી નહોતો પણ અંતે મારી જીદ સામે એને ઝૂકવું પડ્યું.

Help us with your comment