Love Or Friendship Story

Love Or Friendship Story

Love Or Friendship Story Part 1 by Mrs Hiral Pathak Mehta.

એકાએક ફોન ની ઘંટડી રણકી અને મારી આંખ ખુલી ગઈ. ફોન ઉપાડતા સામેથી પ્રતિસાદ મળ્યો,”કેમ ફોન ઉપાડતા આટલી બધી વાર?”. મેં જવાબ આપ્યો, “બસ, કામ ના થાક ના કારણે જરાક આંખ લાગી ગઈ હતી.” આજે મેં એટલા માટે ફોન કર્યો હતો કે, ઓફિસમાં કામ નથી અને બોસ પણ રજા ઉપર છે, તો આપણે આજે બહાર જઈએ, જો તને વાંધો ના હોય તો. વાંધો? મને શું વાંધો હોય? તારા હેવી સારી કંપની હોય તો ફરવાની મજા તો કઈંક ઓર જ હોય ને!

સમર્થ નો ફોન મૂક્યા બાદ તરત જ સ્નાન કરવા ગઈ. નાહીને દરરોજ ના ક્રમ પ્રમાણે દર્પણ સામે બેસીને વાળ ઓળવા માંડી. મને મારી જાત પર ગર્વ થતો હતો, કે હું એ જ માહી છું જ કોલેજ માં હતી. કોલેજ પુરા કર્યે આટલી વખત થઇ ગયો છતાં પણ છોકરાઓ ની તો હું પસંદ આજે પણ રહી જ છું. સમર્થ પણ એમાંનો એક જ છે. પણ હા, એ બધા છોકરાઓમાં થી મને પણ સમર્થ જ પસંદ હતો.

સમર્થ ની વાતો, એનો મારા પ્રત્યેનો પ્રેમ, દેખરેખ એ સૂચવતો હતો કે અમારી મિત્રતા નિસ્વાર્થ હતી. એ દિવસો કઈંક ઓર જ હતા! વિચારો ની દ્વિધા ચાલુ જ હતી, ત્યાં અચાનક ફરી ફોન આવ્યો, :માહી, તું હજી ઘરેથી નીકળી નથી? બસ, તૈયાર જ છું. ઓકે તો ક્યાં આવું? એમાં પૂછવાનું હોય? આપણી એ જ જગ્યા પર. સારું, સમજી ગઈ, મેં જવાબ આપ્યો. સમર્થ ના મનપસંદ રંગના કપડાં પહેરીને હું ત્યાં પહોંચી. સમર્થ આવીને જ ઉભો હતો. મેં કાર નો કારવાજો ખોલ્યો અને એમાં દાખલ થઇ. અમે બંને બહાર ગયા. મોટા રેસ્ટોરન્ટમાં લંચ કર્યું અને એકબીજાના સુખદુઃખ ની વાતો કરી.ત્યારબાદ એ મને ઘરે મૂકી ગયો. સમર્થ અવારનવાર અમારા ઘરે આવતો હોવાથી મારા માતાપિતા ને તેના આવવા પર કોઈ વાંધો ન હતો, કે ના મને તેને મળવા માટેનો કોઈ પ્રતિબંધ. આમને આમ દિવસો જતા હતા. એ જ અમારો મળવાનો ક્રમ , એ જ સમર્થ અને એ જ હું માહી. ફરક હતો તો બસ સમય નો.

એ વાત ને ચાર વરસ વીતી ગયા. હવે હું યૌવન ના એવા અરે આવીને ઉભી હતી કે જેમાં મારે જીવનસાથી ની જરૂર હતી પણ મને ક્યારેય એવું નહોતું કે મારે કોઈ વ્યક્તિ ની જરૂર છે પરંતુ એક દીકરી ના માતાપિતા ને તો આખરે સમાજ માં રહેવાનું એટલે એમને મને વાત કરી. માહી, તને નથી લાગતું કે હવે તારે પોતાનું ઘર લઈને બેસી જવું જોઈએ? મેં કહ્યું,” આ મારુ તો ઘર છે.” બેટા, દીકરી તો પારકી થાપણ કહેવાય, એક દિવસ તો એને માબાપ નું ઘર છોડી પારકું ઘર અપનાવું જ પડે. પણ મમ્મી, લગન કરવા માટે એક છોકરા ની જરૂર પડે એ છોકરો લાવવો ક્યાંથી? અરે! એમાં છોકરો શોધવાની ક્યાં જરૂર છે? મતલબ? તું સમજી નહિ હું શું કેહવા મંગુ છું? -મમ્મી એ કીધું.

સમર્થ?- મેં જવાબ આપ્યો?મમ્મી, તું પણ ગાંડી છે. સમર્થ ને લગન? અમે તો સારા મિત્રો છીએ. તો શું આ મિત્રતા લગ્ન માં ના પરિણમી શકે? પરંતુ મમ્મી , મેં કયારેય સમર્થ ને આ વાત ની જાણ કરી નથી કે ના સમર્થ એ મને. તો શું થયું ? હવે કરી લે વાત.

મમ્મી પપ્પા સાથે વાત કર્યા પછી તો જાણે મને પાંખો આવી ગઈ. સમર્થ ને ભાવિપતિ તરીકે વિચારતા જ મારુ મન આનંદ થી ઝૂમી ઉઠ્યું. પેટ માં તો એવું થતું હતું કે ક્યારે સમર્થ ને મળું અને એને આ વાત ની જાણ કરું કે ટૂંક સમયમાં અપને લગ્નના પવિત્ર બંધન માં બંધાઈ જઇશુ.મેં સમર્થ ની ઓફિસે ફોન કર્યો, તો જવાબ મળ્યો કે, ચારપાંચ દિવસ થી તો સમર્થે ઓફિસમાં હાજરી જ નથી આપી. ઘરે ફોન કરતા જાણવા મળ્યું કે, એ તો કોઈ કારણસર મુંબઈ ગયો છે. હું વિચારવા માંડી કે, સમર્થ એવું તો કોઈ કામ નથી કરતો કે જેથી એને મુંબઈ જવું પડે. પછી અચાનક જ વિચાર બદલાઈ ગયો કે હશે કોઈ કામ આવી ગયું હશે. વિચારોની હારમાળા તો આમ જ ચાલુ હતી અને મારી આંખ મીચાઈ ગઈ.

More Stories You May Like To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.