Love Poem In Gujarati For Her
Love Poem In Gujarati For Her written by Rahul Desai. એક સાંજે તમે દરિયા કિનારે તમારી પ્રેમિકા ની વાટ જોઈને બેઠા હો, અને તમને એક કવિતા લખવાનું મન થાય તો શું લખો? આવોજ વિચાર મને પણ આવ્યો અને મેં સાંજ અને પ્રેમિકા બન્ને ને લાગતી એક કવિતા લખી. જો ગમે તો like અને share અવશ્ય કરજો. આ કવિતા દરેક પ્રેમી પંખીડા ને લાગુ પડે છે. દરેક વય ના પ્રેમીઓ માટે છે આ. તો તમારી પ્રેમિકા સાથે અચૂક share કરજો.
શીર્ષક : એક સાંજ એવી પણ…
એક સાંજ એવી પણ આવે,
જ્યાં આથમતા સુરજ સાથે,
તને મળવાના ઉત્સાહ નો ઉદય થાય. (1)
એક સાંજ એવી પણ આવે,
જ્યાં દરિયા ના મોજા ની ધૂન સાથે,
તારા મીઠા શબ્દો નો સૂર રેલાય. (2)
એક સાંજ એવી પણ આવે,
જ્યાં પાંખીયો ના કિલકિલાટ સાથે,
તારા હાસ્ય નો ટહુકો હોય. (3)
એક સાંજ એવી પણ આવે,
જ્યાં ઠંડા પવન ના ઝોકાં સાથે,
તારા સ્પર્શ ની હૂંફ હોય. (4)
એક સાંજ એવી પણ આવે,
જ્યાં દિવસ ના અંત સાથે,
આપડા પ્રેમ નો આરંભ થાય. (5)
More Poems On Love
- Love Or Friendship Story
- Love Or Friendship Story Part 2
- Love or Friendship part 3
- Radha Krishna Love Poem
- Relationship Poems in Gujarati

To introduce myself, I am an aspiring writer, who loves to motivate people not only in terms of success but also in relationships, to make them understand the way to Live life, make them understand the importance of relations and relationships etc. I write Small Quotes, Short Poems etc.