Love Poem In Gujarati
Love poem in Gujarati. To all the couple who are in Love or married, this poem will refresh all the old memories you spent with your partner. The wonderful moments spent with loved ones are the most memorable ones. I hope you like the below poem.
શીર્ષક: ચાલ એ જીવન પાછુ જીવીએ.
ચાલ એક પળ સાથે હસિયે,
ચાલ એક પળ સાથે રડીએ,
ભૂલીને બદ્ધા તકરાર,
ચાલ એ જીવન પાછુ જીવીએ.
થોડુક તુ રિસાય,
થોડુક હું તને મનાવુ,
ભૂલી ને બધ્ધો અહમ,
ચાલ એ જીવન પાછુ જીવીએ.
ક્ષિતિજે આથમતો સૂરજ છે,
લેહરતી ઠંડી હવા છે,
એક મેક ની બાહો મા ભૂલી ને દિવસ ભર નો થાક,
ચાલ એ જીવન પાછુ જીવીએ.
પંખીઓ નો મીઠો કલરવ છે,
વેહતી પુષ્પ ની મીઠી સુગંધ છે,
હાથ મા હાથ દઈ, સ્પર્શ કરીએ એક મેક ના હોઠ ને,
ચાલ એ જીવન પાછુ જીવીએ.
કૉલેજ અને ક્લાસિસ ના બહાને પાછા મળીયે,
ચાલ એજ ટોકીઝ મા સાથે પિક્ચર જોઈએ,
ભૂલો લોકો ની ચિંતા,
ચાલ એ જીવન પાછુ જીવીએ.
એકજ કપ મા ફરી સાથે ચા નો આનંદ માણીએ,
એજ રેકડી પર પાછા મળીયે,
હતો જે ક્યારેક આપણો meeting point,
ચાલ એ જીવન પાછુ જીવીએ
Peoms you May Like to Read
- Krishna Poem In Gujarati
- એ આંખોનું કાજલ..
- Daughter Poems – દીકરી કહે છે
- Marriage Poem In Gujarati- સાત જન્મ ના વચન
- Poem On childhood memories In Gujarati
- Poems On Krishna
- Poem on Krishna in Gujarati
