Love Poetry In Gujarati
Love Poetry in Gujarati written by none other than our young, dynamic and versatile writer Mrs Hiral Pathak Mehta. One can feel the depth of love from the words of writer.
ચલ આજે હું કહું…
મનમાં જે છે એ સૌ કહું….
વિચારો ના વમળ ને પણ આવરી લઉ..
તું ભલે ને ના સાંભળે…
તો પણ આજ એક વાત કહું…
હાલ કહું કે બેહાલ કહું?
તારા માં સમાયેલી આખી રાત કહું….
ઉઠતાં વંટોળ ની વાત કહું…
તું ભલે ને ના સાંભળે…
તો પણ આજ એક વાત કહું…
સૂરનો એ તાલ કહું..
કે મારા સંગીત નો સાઝ કહું…??
વાતાવરણમાં છે નાનકડો પલટો…
તું ભલે ને ના અનુભવે…
તો પણ આજ એક વરસાદ કહું…
ચલ આજે હું એક વાત કહું…
મારા માં “તું” છે ખાસ એ એહસાસ કહું…
– Hiral Pathak Mehta
Poem You May Be Interested In

I have a very unique vision for life, Writer by Passion. A Staunch believer of Karma. One can feel the warmth in my writing. I like to write on Life, Relationships, love etc.