love quotes – પ્રેમ એ એહસાસ છે..
love quotes – પ્રેમ એ એહસાસ છે..
જ્યારે તને યાદ કરુ છુ અને મારા મુખ પર સ્મિત આવે છે ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે આપડે ના મળીયે અને એ વિરહ માં મન ઉદાસ થાય છે ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે તુ મળે છે અને આલિંગન કરે અને હું તારા ધબકારા ને મેહસૂસ કરું છુ ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે આપડી તકરાર મા આપડે વિતાવેલા પલો ને યાદ કરીને મન મનાવી લઉં છુ ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે તુ વિદા થઈને આવી આપડા ઘરે અને મે પેહલી વાર વ્હાલ થી તારા માથા પર હાથ ફેરવ્યો ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે તે આપડા બાળક ને જન્મ આપ્યો અને એની નાનકડી આંખો મા પેહલી જ ક્ષણે તારી છવી જોઈને,
એ એહસાસ છે પ્રેમ..
પ્રેમ શું છે.. પ્રેમ તો બધ્ધાજ કરે છે પણ બહુ ઓછા એણે સમજે છે. પ્રેમ તો એક એહસાસ છે. એ એહસાસ ને તમે સ્પર્શી નથી શકતા પણ મેહસૂસ કરી શકો છો. જયારે તમને કોઈ પ્રેમ કરતુ હોઈ ત્યારે એ માણસ ની તમારા પ્રત્યે ની ભાવના હોય છે. એનો પેહલો સ્પર્શ જ તમને આનંદિત કરે છે. પ્રેમ એ પેહલા સ્પર્શ નો અહેસાસ છે. પ્રેમ એ નયન થી નયન નો થતો મેળાવ છે. કશુંય કીધા વગર બધું સમજી જાય એ સમજણ છે પ્રેમ.
Poems You May Like :

Comments
Best description of love. Really beautifully written. God bless u.