Poem in Gujarati- ક્યાં ખોવાઈ ગયું એ બાળપણ

Poem in Gujarati

Poem in Gujarati- ક્યાં ખોવાઈ ગયું એ બાળપણ

Poem in Gujarati- ક્યાં ખોવાઈ ગયું એ બાળપણ?? બાળપણ એ તો સર્વે ના જીવન નો અભૂતપૂર્વ ભાગ છે. આજની આ રચના મા એજ બાળપણ નું વર્ણન કર્યું છે જેને આપડે બધ્ધાજ પાછળ મૂકી ને આવ્યા છે અને આજે એજ દિવસો ને યાદ કરીયે છે.

યુવાની ની આ ઢળતી સાંજે ,
બાળપણ ની યાદ લઈને બેઠો છું..

આ સ્વાર્થી અને છળકપટ ની દુનિયા માં,
બાળપણ ના એ નિસ્વાર્થ મિત્રતા ની યાદ લઈને બેઠો છું..

છે આજે મોટી ગાડી, ઘર અને દરેક સુખ સુવિધા,
છતાં પણ બાળપણ મા એ ચાવી થી ચાલતી ગાડી નો આનંદ મન મા લઈને બેઠો છું..

ઉડુ છું આજે આખા જગત થી ઉપર,
છતાં પણ કાગળ ના એ વિમાન ની મજા હૃદય મા લઈને બેઠો છું..

સમય વીત્યો અને ખોવાયો હું યુવાની ના દરિયા માં,
એ દરિયા માં પણ મારા બાળપણ ને શોધવા બેઠો છું..

રૂપિયા અને સફળતા ની આ મોહમાં મા એટલો મોટો થઈ ગયો,
કે એમાં મારું ચંચળ બાળપણ જ ખોવાઈ ગયુ.

Poetry You May Like:

If you love reading Tech Blog, follow DevsWeb

#gujarati #quotes #dailyquotes #quotesdaily #quotestags #bestquotes #instaquotes #lifequotes #positivequotes #quotesoftheday #quotestoliveby #goodquotes #deepquotes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *