poem on death in gujarati – મૃત્યુ નો ભય લાગે છે.
poem on death in gujarati – મૃત્યુ નો ભય લાગે છે. મૃત્યુ, આ એ શબ્દ છે જેને માત્ર સાંભળવા થી જ માનવ નું હૃદય ભય ના દરિયા મા ડૂબી જાય છે. માનવ માટે મૃત્યુ થી મોટો કોઈ ભય નથી. પણ એ નથી સમજતો કે મૃત્યુ થી મોટુ કોઈ સત્ય જ નથી. એજ મૃત્યુ થી બચવા એ અઢળક પૈસા કમાય છે, પણ એને ક્યાં ખબર છે કે મૃત્યુ તો લાંચ પણ નથી લેતુ.
હૃદય મા પ્રેમ ભાવ ની અછત છે,
મન ક્રોધ મા આધીન છે,
એનો એને ભય નથી,
પણ, મૃત્યુ નો એને ભય લાગે છે.
સત્કર્મ ના નામે સદંતર કુકર્મ કરે છે,
ઈશ્વર ને ભજ્યા નુ ઢોંગ કરે છે,
એનો એને ભય નથી,
પણ, મૃત્યુ નો એને ભય લાગે છે.
અનીતી ના સિંહાસન પર બેસે છે,
છળકપટ ની રાજનીતિ કરે છે,
એનો એને ભય નથી,
પણ, મૃત્યુ નો એને ભય લાગે છે.
માણસ મા માનવતા ની અછત છે,
ગોરા અને કાળા નો ભેદ છે,
એનો એને ભય નથી,
પણ, મૃત્યુ નો એને ભય લાગે છે.
મૃત્યુ ને ટાળવા એ અધળક પૈસા કમાય છે,
એ પૈસા ખર્ચી થોડું જીવન ઉધાર લે છે,
મૃત્યુ તો પરમ સત્ય છે, એ તો એ ભૂલી જાય છે,
અને જીવન આખું એ સત્ય ને ભય મા વેડફી નાખે છે
Poem You May Like To Read:
- love quotes – પ્રેમ એ એહસાસ છે..
- Poem in Gujarati- ક્યાં ખોવાઈ ગયું એ બાળપણ
- poems about life – માણસ તુ મહાન છે.
- short poems about life – એવા પોતાના માણસ માટે હું તરસુ છુ
–
