Poem On Gujarat Day

poem on gujarat day

Poem On Gujarat Day

Poem On Gujarat Day by our young writer Rahul Desai. The poem beautifully describes Gujarat.

શીર્ષક : જય જય ગરવી ગુજરાત.

જ્યાં દ્વારિકાધીશ નો એહસાસ છે,
જ્યાં સોમનાથ માં ઓમકાર છે,
જ્યાં ગબ્બર પર સાક્ષાત માતા છે,
નમન એ પાવન ભૂમિ ને છે,
જે, જય જય ગરવી ગુજરાત છે. (૧)

જ્યાં નરસૈયા ની ભક્તિ છે,
જ્યાં મહાત્મા ના સિદ્ધાંત છે,
જ્યાં સરદાર ની વિચારધારા છે,
નમન એ પાવન ભૂમિ ને છે,
જે, જય જય ગરવી ગુજરાત છે.(૨)

જ્યાં નર્મદા મા પૂજાય છે,
જ્યાં સાબરમતી છલકાય છે,
જ્યાં તાપી થી તરસ બુઝાય છે,
નમન એ પાવન ભૂમિ ને છે,
જે, જય જય ગરવી ગુજરાત છે.(૩)

જ્યાં ચંદ્ર સમાન સફેદ રણ છે,
જ્યાં પટેલ ની ઊંચી મુરત છે,
જ્યાં સિદ્ધિ સૈયદ ની જાળી છે,
નમન એ પાવન ભૂમિ ને છે,
જે, જય જય ગરવી ગુજરાત છે.(૪)

જ્યાં સર્વધર્મ સમાન છે,
જ્યાં અનેક્તા માં એકતા છે,
જ્યાં અતિથિ નું આવકાર્ય છે,
નમન એ પાવન ભૂમિ ને છે,
જે, જય જય ગરવી ગુજરાત છે.(૫)

જ્યાં નોરતાની રમઝટ છે,
જ્યાં ઉત્તરાયણ નો ઉલ્હાસ છે ,
જ્યાં રથયાત્રા નો મહિમા છે.
નમન એ પાવન ભૂમિ ને છે,
જે, જય જય ગરવી ગુજરાત છે.(6)
– Rahul Desai.

More Gujarati Poems You May Like To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.