Poem On Wife – પત્ની તુ ધન્ય છે
A very beautiful poem on Wife. There are not many people who write a poem for Wife. Read this beautiful poem and feel the pain a wife goes through.
નાનપણ થી જ જેને પરાયુ ધન કેહવાયું એવી લાડલી છે પત્ની,
નાની લાડલી ક્યારે મોટી થઇ જાય એ સમય નું પરિવર્તન છે પત્ની,
બાપ ના ઘરની રાજકુમારી ક્યારે બીજાના ઘર ની નોકર થઇ જાય એ ત્યાગ નું પરિણામ છે પત્ની,
સાચે ખુબ ખુબ ધન્ય છે પત્ની..!!
પતિ ના જીવન ને ધની બનાવે એવા બે શબ્દ નું મિશ્રણ છે પત્ની,
પતિ ના જીવન ની નિસ્વાર્થ કામના કરે એવી આપમતલબી છે પત્ની,
પતિ ગુસ્સો કરે તો પણ ચુપચાપ સહન કરે એવી સહનશીલતા ન પ્રતીક છે પત્ની,
સાચે ખુબ ખુબ ધન્ય છે પત્ની..!!
પતિ ને સંતાન નુ સુખ આપવા પોતાની જાત બગાડે એવી પતન છે પત્ની,
પોતાના સંતાન ને સારો મનુષ્ય બનાવવા, એને ઘડવા વાડી શિક્ષક છે પત્ની,
અભણ હોવા છતા પણ ઘર સાચવી જાણે એવી સમજદાર છે પત્ની,
સાચે ખુબ ખુબ ધન્ય છે પત્ની..!!
ત્રણસો ને પાંસઠ દિવસ એક પણ રજા ના લે એવી નોકરાણી છે પત્ની,
વગર પગાર એ કામ કરે એવી કર્મચારી છે પત્ની,
પોતાના માં બાપ હોવા છતા પતિ ના મા બાપ ને વધારે રાખે એવી દીકરી છે પત્ની,
ખરેખર ખુબ ખુબ ધન્ય છે પત્ની..!!
નાની ઈચ્છા અને નાની દુનિયા સજાવેલું સરનામું એ પત્ની,
અડધી ભૂખી રહી ને ઘર ના લોકો નું પેટ ભરે એવું આંગણુ છે પત્ની,
પતિ મોડો આવે તો ચિંતા કરે એવુ કાળજુ છે પત્ની,
ખરેખર ખુબ ખુબ ધન્ય છે પત્ની..!!
જેના હોવા થી ત્યૌહાર માં રોનક આવે એવી સુંદરતા છે પત્ની,
જેના કદમો થી ઘરમાં લક્ષ્મી નું વાસ થાય એવું સન્માન છે પત્ની,
બે કુટુંબો ના વચ્ચે નું માન છે પત્ની,
ખરેખર ખુબ ખુબ ધન્ય છે પત્ની..!!
સિંદુર ના રંગ નો મલ્હાર છે પત્ની,
દીકરી માં અંદ બેન નું શાક્શાત્કાર છે પત્ની,
એક અજાણ્યું અને સુંદર સંસાર છે પત્ની,
ખુબ ખુબ આભાર છે પત્ની.!!
ખરેખર ખુબ ખુબ ધન્ય છે પત્ની..!!
Poems You May Like To Read
- Marriage Poem In Gujarati- સાત જન્મ ના વચન
- Poem On childhood memories In Gujarati
- Poems On Krishna
- Poem on Krishna in Gujarati
- Radha Krishna Poem
