poems about life – માણસ તુ મહાન છે.

poems about life

poems about life – માણસ તુ મહાન છે.

We have written this poems about life to demonstrate man’s behavior today.

માણસ તુ મહાન છે. આ કાવ્યરચના મા અમે આજના માણસ નું વ્યક્તિત્વ વ્યક્ત કર્યુ છે, જે લોકો જીવન ન મહત્ત્વ ભૂલી ગયા છે. આખુ જીવન મા એ પૈસા, પ્રસિદ્ધિ ના બોજ તળે દબાયેલા રહે છે. આજે તો માણસ ભગવાન ને પણ એની આકૃતિ જોઈને નમે છે. એ મંદિર પણ એવા શોધે છે, જ્યાંની મૂર્તિ આકર્ષક હોય છે. આજ દાન આપવું આપવું એ પણ એક પ્રસિદ્ધિ નો માર્ગ બની ગયો છે. એ કોઈન મદદ મા પણ પોતાનો સ્વાર્થ શોધે છે. સ્વાર્થ ની આ દુનિયા મા એ એટલો ખોવાઈ ગયો છે કે એ સંબંધો ને પણ સમય અને પૈસા ના ત્રાજવા મા તોલે છે.

સૂર્ય પણ ઉગીને ને આથમી જાય છે,
માણસ નો લોભ ક્યાં આથમે છે,
એ તો લોભ ના તળિયે દબાય છે.
માણસ તુ મહાન છે.

રૂપ જોઈને સંબંધો ની શરૂઆત થાય છે,
આ કદરૂપી ને કોણ ઓળખે છે,
એ તો ચેહરાના મોહ મા ખોવાયેલો છે,
માણસ તુ મહાન છે..

દાન કરે છે આ ખૂબ,
પણ હ્રિદય મા પ્રસિદ્ધિ ની લાલસા છે,
એ તો સેવા ના નામ પર પ્રસિદ્ધિ ને શોધે છે,
માણસ તુ મહાન છે..

ઈશ્વર ને પણ લાંચ આપે છે આ ઘરે લાવીને,
પણ, ઘરે પધારવા હજાર મૂર્તિઓ મા શોધે છે,
એ, ઈશ્વર ને નહી પણ એની આકૃતિ ને નમે છે,
માણસ તુ મહાન છે..

જીવન ના એ અંતિમ સમય મા પણ મોહ રાખે છે,
મન અને કાયા ને બાંધી ને જ રાખે છે,
મૃત્યુ વેળાએ પણ આ તો મોહ, રૂપ અને પ્રસિદ્ધિ નું સ્મરણ કરે છે,
માણસ તુ ખરેખર મહાન છે..

Posts You May Be Interested In:

We need to see Life as an Asset and not as a Liability. There is a great saying from Stephen King, “Get busy living or get busy dying.” . This one lines proves that we are working like machines today and that we might even die working.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.