એ આંખોનું કાજલ..

poems about women

Poems About Women Sacrifice – એ આંખોનું કાજલ

Poems About Women’s Sacrifice beautifully resembles the sacrifice women makes at some or the other stage of life. The Mascara that they put on their eyes, knows many secrets than anyone else. The poem describes what all sacrifices a women makes, but is still happy.

એ આંખોનું કાજલ જેને તમે નિહાળો છો ,
એ એક સ્ત્રી ની છે , જેની પાછળ એને કદી ના પૂરા થનારા સપનાઓ દફનાવ્યા છે.

એ આંખોનું કાજલ જેને તમે નિહાળો છો ,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એને કદી ના માણી શકાય એ શમણાંઓ વિખેરીયા છે.

એ આંખોનું કાજલ જેને તમે નિહાળો છો ,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એને વહાવેલાં આંસુઓ ના ડાઘ સંતાયેલા છે.

એ આંખોનું કાજલ જેને તમે નિહાળો છો ,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એને પોતાની અપેક્ષાઓ ને રાખ મા રૂપાંતરિત કરીને રાખ્યા છે.

એ આંખોનું કાજલ જેને તમે નિહાળો છો ,
એ એક સ્ત્રી ની છે,જેની પાછળ એને એની સ્વાતંત્રતા માટે કરેલા સમાધાન નો કરાર સંતાયેલો છે.

એ આંખોનું કાજલ જેને તમે નિહાળો છો ,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એને ભોગવેલા અપમાનો ની યાદી છપાયેલી છે.

એ આંખોનું કાજલ જેને તમે નિહાળો છો ,
એ એક સ્ત્રી ની છે, જેને આ આધુનિક સંસાર ક્યારે સમજી નથી શક્યું.

Poems You May Like To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.