Poems On Krishna
A poems on Krishna, asking him to take us in his divide world. This Poem On Krishna in Gujarati makes us understand and feel the love for Krishna.
વારે ઘડીયે રંગ બદલતી આ દુનિયા મા,
હે કૃષ્ણ !! મારે તારા રંગે રંગાવું છે હવે.
આ મતલબ ના સુર પર નચાવતી આ દુનિયા મા,
હે કૃષ્ણ !! મારે તારી મોરલી ના સુર મા ખોવાઉ છે હવે.
અનેક કિરદાર નિભાવી હું થાક્યો ઘણો,
હે કૃષ્ણ !! મારે તારી ગોપી બની રાસ રમવું છે હવે.
પળે પળ બદલતી આ પ્રેમ શબ્દ ની વ્યાખ્યા, કેવી છે આ દુનિયા? ,
હે કૃષ્ણ !! મારે તો તારી રાધા બની ને જ રેહવુ છે હવે.
ભટકયો તો છું હું મારા લક્ષ્ય થી અને શોધું છું ખુદ ને આ દુનિયા મા,
હે કૃષ્ણ !! મારે તો તારો અર્જુન બનીને રહવું છે હવે.
મિત્રતા તો માત્ર સ્વાર્થ માટે વપરાતી થઈ ગઈ છે આ દુનિયા મા,
હે કૃષ્ણ !! મારે તો તારો સુદામા થઈને રહેવું છે હવે.
શ્રદ્ધા અને ભક્તિ તો માત્ર દેખાડો બની રહી ગયો છે આ દુનિયા મા,
હે કૃષ્ણ !! મને તો તારી ભક્તિ ના સમુદ્ર મા તણાઈ જાઉં છે હવે.
હે કૃષ્ણ !! તારા શરણ મા આવું છે હવે.
Poems You May Like To Read

Comments
nice poem