Positive Stories In Gujarati
Positive Stories In Gujarati by our guest writer Krupali Patel. She is a beginner in writing. Read her writings and do help her with your feed back.
અમન માથુર, સીનેજગતનો એક વિખ્યાત એક્ટર હતો. તે 20 વર્ષથી સીનેજગતમાં કાર્યરત હતો. તેણે પોતાના અભિનયથી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી. તે આજની નવી પેઢીનાં કલાકારો માટે જીવતું જાગતું ઉદાહરણ હતો.લોકો સમજે છે કે કલાકારોનું જીવન ઉત્તમ હોય છે. પરંતુ ક્યારેપણ કોઈએ તેમના અંગત જીવનને સમજવાની કોશિશ કરી નથી.અમન માથુર , જે જાહેરજીવન માં ખૂબ જ સફળ વ્યક્તિ. પરંતુ તેમનું અંગત જીવન ખૂબ જ તણાવ ભર્યુ હતું.
અમન માથુર જેના લગ્ન 1955 માં સ્નેહા સાથે થયા હતાં. સ્નેહા એક સફળ ડિઝાઈનર હતી. તે તેનાં વ્યવસાયમાં જાણીતો ચહેરો હતી. અમન અને સ્નેહા બન્ને એકબીજાના વ્યવસાયની કદર કરતા હતાં. લગ્નનાં 5 વર્ષ તો બધું બરાબર ચાલ્યું. બન્ને માટે પોતાનો વ્યવસાય મહત્વનો હતો. ધીરેધીરે બન્નેના અહમ ટકરાવા લાગ્યા. અમનની ફિલ્મી કારકીર્દી લગભગ પૂર્ણતાંને આરે હતી. ત્યાં બીજી બાજુ સ્નેહા પોતાના કામને નવી ઉંચાઈએ લઈ જઈ રહી હતી. હવે સ્નેહાને થોડો ઘમંડ આવવા લાગ્યો હતો. તે વાત વાતમાં અમનને ઉતારી પાડતી. ધીરે ધીરે ઘરમાં ઝઘડા થવા લાગ્યાં.
રોજના ઝઘડાને કારણે અમન ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. ઘણા સમય સુધી તે ડિપ્રેશનમાં રહ્યો. આખરે અમન અને સ્નેહાએ અલગ થવાનો નિર્ણય કર્યો. ધીરે ધીરે અમને સકારાત્મક વિચારો થકી ફરી પાછું કામ શરુ કર્યું. અને એ જ વિચારોએ તેને ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં મદદ કરી. બસ ત્યાર પછી તેણે ક્યારે પણ પાછું વળી નથી જોયું. અમને પોતાના ફેન્સને એક જ સલાહ આપી કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ હાર નહી માનવાની. સકારાત્મક વિચારો થકી બધી પરેશાનીનો હલ મળી જાય છે. માટે ખુશ રહો સકારાત્મક રહો.
Poems and Stories your may like to read
- Gujarati Love Story
- Poem On Mumbai Local
- Life Poems In Gujarati
- Gujarati Short Stories – ત્યારે જ હું તને ગમતી?
- Gujarati Love Quotes
- Love Poem In Gujarati
- Article On Krishna, Radha And His Flute
