Radha Krishna Poem

Radha Krishna poem

Radha Krishna Poem

A small Radha Krishna poem.

પ્રેમ અને લાગણી નું વજન જ એટલું હોય છે, જે માણસ તો ઠીક પણ ઈશ્વર ને પણ બાંધી ને રાખે છે. રાધા અને કૃષ્ણ નું ભલે મિલાન ના થયું પણ એમનો પ્રેમ આજે પણ અખન્ડ છે. એ પ્રેમ મા લાગણી હતી, એક બીજા પ્રત્યે સન્માન હતું.

શું પ્રેમ હતો એ પણ,
અહીં કૃષ્ણ ની વાંસળી થી નીકળતો સુર હતો,
અને ત્યાં રાધા ને એની વેદના નો અનુભવ થતો હતો.

શું પ્રેમ હતો એ પણ,
અહીં દ્વારકા મા રેહતા કૃષ્ણ ઉદાસ થતાં હતા,
અને ત્યાં પેલી રાધા ને ગોકુળ મા એનો અનુભવ થતો હતો.

શું પ્રેમ હતો એ પણ,
અહીં કુરુક્ષેત્ર મા કૃષ્ણ એ શંખ ફૂંક્યો હતો,
અને ત્યાં રાધા ને એની પીડા નો અનુભવ થતો હતો.

શું પ્રેમ હતો એ પણ,
અહીં આંખ કૃષ્ણ ની ભીંજાતી હતી ,
અને ત્યાં પેલી રાધા ને એની આંખો મા ભીનાશ નો અનુભવ થતો હતો.

શું પ્રેમ હતો એ પણ,
અહીં યાદવસ્થળ પર કૃષ્ણ અંતિમ પ્રયાણ કરી રહ્યા હતા
અને ત્યાં રાધા ને એની એકલતા નો અનુભવ થતો હતો.

શું પ્રેમ હતો એ પણ,
અહીં અંતિમ પ્રયાણ માટે પણ સ્વયં ઈશ્વર ને બાંધી ને રાખ્યા હતા.
અને એ રાધા હતી કે જેને મળ્યા બાદ જ ખુદ કૃષ્ણ એ અંતિમ પ્રયાણ કર્યું હતુ.

Poem You May Like To Read

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.