Relationship Poems in Gujarati
Relationship Poems in Gujarati by Mrs Hiral Pathak Mehta. A very beautiful poem on relationship.
મારા કહેવાથી શું, ખબર પડે…?
મારા રેહવાથી શું, કંઈ ફરક પડે?
પણ મારી વધારા ની લાગણી થી…
તમને તકલીફ બહુ પડે…..
વાતો મારી એમને બેમતલબ લાગે…
નાની અમથી સલાહ એમને કકળાટ લાગે…
થઈ જઉ ખામોશ તો કેમ એમને પ્રલય લાગે?
મારી આ વધારા ની કદર એમને બહુ તકલીફ આપે…
આને પ્રેમ ગણું હું,ને એમને વહેમ લાગે….
હું તો સ્વીકારી લઉ, પણ એમને અહમ લાગે….
કરું કોઈ વાત હું, તો એમને નિબંધ લાગે….
વહી ગયો સમય જે હતો અમારો…..
ખરેખર સમય બદલાતા ક્યાં વાર લાગે…
કેહવાથી, રેહવાથી ,બોલવાથી કે
ખામોશ રેહવાથી…
શું ફરક પડે?
Poems You may Like to Read
- Gujarati Life Stories
- Internet Love Story In Gujarati
- Gujarati Short Stories – ત્યારે જ હું તને ગમતી?
- Gujarati Love Quotes
- Love Quotes in Gujarati
- Love Poem

I have a very unique vision for life, Writer by Passion. A Staunch believer of Karma. One can feel the warmth in my writing. I like to write on Life, Relationships, love etc.