Relationship Quotes In Gujarati

relationship quotes in gujarati

Relationship quotes in gujarati.

Relationship Quotes in Gujarati. A short article.

ક્યારેક તમે વિચાર્યું છે સંબંધો ની ઊંડાઈ કેટલી છે? સંબંધ તો નાજુક મોતી ની માળા જેવા હોઈ છે. એણે સાચવવા પડે છે. એક વાર જો એ મોટી વિખેરાઈ ગયા, પછી એને પાછા એકજ માળા મા પોરવવા ખુબ કઠિન હોય છે. આપડે અવાર નવાર જોયું હશે કે લોકો ઘણા સમય સુધી વાત નથી કરતા અથવા તો સંબંધ જ નથી રાખતા. પણ, જયારે એ સંબંધ બંધાય છે અને એ લોકો ભેટી ને રડે છે, ત્યારે એમની આંખ માંથી નીકળી રહેલા એ આંસુઓ એ વિરહ ની ગાથા કહે છે.

કોઈ પણ સંબંધ બાંધવો ખુબ સહેલો હોય છે, પણ એને નિભાવું અને જાળવી રાખવું એટલુંજ અઘરું હોય છે. માણસ ને એ સંબંધ ની કિંમત ત્યારે સમજાય છે, જયારે એ સાવ એકલો પડી જાય છે. અવાર નવાર આપે ૨ પરિવારો વચ્ચે પણ ઝગડા અને અબોલા જોયા છે. મોટા ભાગના ઝગડા નું કારણ કા તો મિલકત હોય છે કા તો નાની મોટી ગેરસમજ. આપડે મિલકત ની લાલચ મા એટલા આંધળા બની જઈએ છીએ કે આપણને સાચા ખોટા નું ભાન જ નથી રહેતું. મિલકત અને પૈસા તો આપડે કમાવી લઈશુ, પણ સંબંધ અને પરિવાર ના સભ્યો ને ના કમાવી શકાય. પરિવાર ચાલે, છે હૃદય મા રહેલા પ્રેમ થી, એક બીજા માટે રાખેલી લાગણી, સમજ થી.

ગેરસમજ થઇ હોય તો એણે દૂર કરો. દરેક સમસ્યા નું નિરાકરણ વાતચીત કરવાથી નીકળે છે. માણસ મહત્ત્વ નું છે, સમજ અને ગેરસમજ નહીં. જો તમે કોઈ વ્યક્તિ ને ખોવા ના ઇચ્છતા હો, તો એની સાથે વાત કરો. કોઈ ભૂલ થઇ હોય તો સ્વીકારો. અહમ મા રહીને આજ સુધી કોઈનું ભલું થયું નથી અને થવાનું પણ નથી.

અંત મા એટલુંજ કેહવું છે કે, સમય આવે ત્યારે રૂપિયા તો ફક્ત હોસ્પિટલ ના બિલ ભરવા માટેજ કામ લાગશે. પૈસા થી માત્ર વસ્તુ ખરીદાય છે, લાગણી અને પ્રેમ નહીં. અને જો તમારી પાસે માણસ હશે તો તમારાથી ધનવાન આ સંસાર મા કોઈ નથી. એક સુવાક્ય સાથે આ લખાણ ને પૂરું કરીશ,”પૈસા માત્ર વૈભવ આપશે, સુખ તો આપણી સાથે રહેતા આપડા પરિવારજનો, આપણા મિત્રો જ આપશે.”

Posts you may like to read:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *