short poems about life – એવા પોતાના માણસ માટે હું તરસુ છુ

short poems about life

short poems about life – એવા પોતાના માણસ માટે હું તરસુ છુ

short poems about life – એવા પોતાના માણસ માટે હું તરસુ છુ. આ કવિતા આજ ના આપડા જમાના નું દૃશ્ય બતાવે છે. આજે આપડી સગડી સુખ સુવિધા છે. આપણી મેહનત અને લગન થ આજે આપણે બે ટંક ના ભોજન ની વ્યવસ્થા કરી શક્યે છે. પણ આપણને જરૂર હોય ત્યારે ૨ માણસ ની વ્યવસ્થા કરવી પડે છે.પૈસા તો માત્ર સુવિધા આપશે, સુખ તો આપણ સંબંધીઓ , મિત્રો આપશે. માણસ થી પ્રેમ કારસો તો સુખ મળશે.

સોના ચાંદીના ઘરેણા થી મેં ભર્યું આખુય કબાટ છે,
પણ, પ્રસંગે આવીને ઉભા રહે, એવા મારા સંબંધીઓ માટે હું તરસુ છુ.

ભરેલુ આખુય ભોંયતળિયું મોંઘીદાટ ગાડી થી છે ,
પણ, એ ગાડી મા સાથે બેસી પ્રેમ ભર્યા પળ વિતાવે , એવા મારા પ્રેમ માટે હું તરસું છુ.

બનાવ્યું આલીશાન ઘર મેં જે સર્વ સુવિધા થી સજ્જ છે,
પણ, એજ ઘરમાં મારી સાથે બેસીને કોઈ બે ઘડી વાત કરે, એવા મારા પરિવાજન માટે હું તરસુ છુ.

અર્પણ કરી દીધી આખીય ઝીંદગી mમેં રૂપિયા ભેગા કરવામાં,
પણ, અંત સમય આવ્યો ત્યારે વ્હાલ થી કોઈ માથે હાથ ફેરવે, એવા કોઈ માણસ માટે હું તરસું છુ.

અરે, મારા મિત્રો,
જીવન નું સાચુ સુખ તો,
આપણા સાથે રહેતા આપણા જ સગા-સંબંધીઓ ની સાથે રેહવા મા છે,
આકરા સમય મા આપણી પડખે ઉભા રહેતા આપણા મિત્ર અને એની મિત્રતા મા છે.
આપણા ઘરમા રહેતા વડીલો ના મુખ મા થી વહેનારા આશિષ ના ઝરણાં મા છે.

This poem is very well suited to this generation. Through this poem we are trying to say that, Love people and respect them. Try to earn their Love, Respect. No matter how much money we earn, if do not people have people with us, then there is no use of that money.

Posts You May Interested In:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *