Short Story On Resolution in Gujarati
Short Story On Resolution in Gujarati by our extremely talented guest writer Jagruti Kaila from Morbi, Gujarat.
“સ્વરા, તું શું કહે છે ..! ખબર છે. કંઈક તો વિચારીને બોલ. મને તો કશું સમજાતું નથી? “
એના જવાબમાં સ્વરા વિશ્વને કહે, “પતિદેવ, ખૂબ સરળ તો કહ્યું, આપણે કોઇ આધેડ મહિલાનો આધાર બની એ. મીઠો આવકારો આપી એ. વર્ષે બે જોડ કપડાં, આપણી સાથે જમવાનું, રહેવાનું. અને બદલામાં આપણા બાળકનું ધ્યાન રાખશે. “
વિશ્વ વિચારી બોલ્યો, “પણ આખી જિંદગી તું એનું ધ્યાન રાખી શકીશ?”
સ્વરા ખડખડાટ હસતાં હસતાં બોલી, ” લોકો સ્વાર્થ ખાતર માતા પિતાને પણ વૃધ્ધાશ્રમમાં મોકલે છે. તો પછી આપણે તો પારકા જ ને..!! “
આ સાંભળીને વિશ્વ અચંબિત થઈ ગયો. અને અંતે એ મહિલાને ઘરના સભ્ય તરીકે આવકારી.
વિધીના વિધાનની ક્યા ખબર છે કોઈ ને, કે કાલે શું થવાનું છે ?
એકાદ વર્ષ પછી સ્વરાની કિડની ડેમેજ થઈ ગઈ અને એ જ સ્વાર્થ ખાતર લાવેલ મમતાબહેને મમતાથી પ્રેરાઈને સ્વરાને કિડની આપી નવો શ્વાસ પૂર્યો.
હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે મમતાબહેનને ફરી આવકાર મળ્યો પણ નિઃસ્વાર્થ. સાથે સ્વરાએ પશ્ચાતાપથી ભરેલ આંખોના અશ્રુ સાથે વિશ્વ સાથે એક નવો સંકલ્પ કર્યો.
લેખિકા : જાગૃતિ કૈલા (મોરબી)
Stories You May Like To Read

મોરબીથી જાગૃતિ કૈલા.. એક શિક્ષક છું, સાત બુકની સહલેખિકા છું. માઈક્રોફિકશન અને લઘુકથા વધુ લખું છું. કવિતા, સંવાદ અને આર્ટિકલ પણ લખી શકુ છું, મનની વાત રજૂ કરવાની ઈચ્છા પ્રબળ બની એટલે લેખિકા બની. લેખક કે લેખિકા સમાજનો અરીસો ગણાય છે એ માન્યતાને કારણે લખવાનો શોખ વધતો ગયો. અને વાંચકને મારી કલમ અનુકૂળ રહશે એ જ કોશિશ હંમેશા રહે છે.
Comments
Nice