Teachers Day Article In Gujarati
Teachers Day Article In Gujarati by Mrs. Hiral Pathak Mehta. A very informative article, that makes you understand that teachers are everywhere and everyone teaches something good in life.
ગુરુ…
આ શબ્દ આવતાં તરત જ આંખ સામે એક જ ચિતાર આવે…અંગૂઠો કાપતો એકલવ્ય ને આશીર્વાદ આપતા ગુરુ દ્રોણ…
પણ શું ફક્ત શાળા કોલેજ માં શિક્ષણ આપે એ જ ગુરુ કહેવાય?
ના મારા મતે આપણા રોજિંદા જીવન માં ડગલે ને પગલે સાચા ખોટા ની સમજણ આપી સાચા રસ્તે દોરી જનાર હર કોઈ વ્યક્તિ શિક્ષક છે….
એ પછી…
મા-બાપ હોય,
મિત્ર હોય,
નાના બાળકો,
કામગીરી બજાવતો હરેક નાનો માણસ,
સગાવ્હાલા,
પડોશી…
કોઈ પણ…
એક સરસ મજાનો બનાવ છે જે મારી સાથે બનેલ છે જેમાં થી મે શીખ્યું છે….
હું દિલ્હી ગઈ હતી ત્યારે કેબ ની રાહ જોઈને ઉભેલી…ત્યારે મારું ધ્યાન ફૂટપાથ પર બેઠેલી મા અને એના દિકરા પર પડ્યું…દિકરો લગભગ 17 વરસ નો ને એની માં જેના કપડાં અડધા ફાટેલા….પણ દિકરો એની માં ને માથા માં ડાઈ (કલર) કરી આપતો હતો…અને એની માં ના મોઢા પર ખુશી કે થોડીક જ વાર માં મારા વાળ કાળા થઈ જશે ને હું જવાન થઈ જઈશ ના ભાવ ઐના ચેહરા પર દેખાતા હતા..ફૂટપાથ પર રહીને પણ આઈનો પણ પાસેના હોય તો પણ પોતે સુંદર દેખાવા મા ને દિકરો જે મેહનત કરી રહ્યા હતા…એ જોઈને એક વસ્તુ શીખવા મળી કે આપણી આજુબાજુ કેટલું સુખ છે જે આપણને દેખાતું નથી ને આંધળી દોટ માં સુખ ને શોધ્યા કરીએ છીએ..અને આ મા દિકરો કશું જ નહોતું તો પણ એમાંથી સુખ શોધી લે છે….
આવું કંઈક એ લોકો એ મને શીખવ્યું શું એ કોઈ ગુરુ ની શિક્ષા થી કમ છે?
આવા રોજ બરોજ નાની નાની હરેક વાત શીખવાડતો હરેક માણસ મારા માટે ગુરુ છે..
About the Author

Hiral Pathak Mehta
I have a very unique vision for life, Writer by Passion. A Staunch believer of Karma. One can feel the warmth in my writing. I like to write on Life, Relationships, love etc.