Team Work Story – કામ નું વહેચાણ

team work story

Team Work Story – કામ નું વહેચાણ

Team Work Story – કામ નું વહેચાણ. Our Guest writer, Mr.Chirag Zala, have beautifully explained the importance of taking the work on our own selves.

એક નાનું ગામ હતું, ત્યાં બધા સંપીને રહેતા હતા. ત્યાં નાના કામકાજ માટે કોઈને કશી શરમ નહોતી. મોટાભાગે બધા સંપીને કામકાજ કરતા હતા, કોઈ મુત્યુંના સમયે પણ લગભગ બીજાને અનુકૂળ પડે એમ અમુક લોકો નૈતિક જવાબદારી સમજીને ઠાઠડીને અમુક અંતર સુધી ખભે નાખીને જાતે જ એકલા લઈ જતા. સમય જતા એ ઠાઠડી લઈ જવા વાળા ટોળામાંથી એક પછી એક એમ ફક્ત ચાર જણ જ રહ્યા. હવે બધા ને એમ પણ મગજ માં ફીટ થઈ ગયું કે આ કામ આ લોકો સારી રીતે કરી જ લે છે આપડે આમાં મદદ કરવાની જરૂર નથી. હવે આ સિલસિલો ઘણાં સમય સુધી આ લોકોના ખભે ચાલ્યો. હવે બીજા થોડા સમય પછી એમ થયું કે આમાંના એક વ્યક્તિની મૃત્યુ થઈ અને ઠાઠડીને હાથ લાગવા વાળા ત્રણ વ્યક્તિઓ બીજા નવા વ્યક્તિની રાહ જોતા હતા એવામાં કોઈ જ સામે ના આવ્યું કેમ કે એ બધા પોતાની નૈતિક જવાબદારી ભૂલી જ ગયા હતા અને મગજમાં ઉતારી દીધું હતું કે આ કામ આજ લોકો કરે છે આપડે નહિ. એવામાં એમને એક વ્યક્તિને કીધું કે ભાઈ તમે આવો તો એમને જવાબ એમ આપ્યો કે આ કામ તમે જ કરો છો જેથી તમારે જ કરવું પડશે કેમ કે તમે જ આ કરતા આવ્યા છે.

મોરલ ઓફ ધ સ્ટોરી:
જો આ કામ સમયાંતરે વ્યક્તિઓ દ્વારા એક બીજાને સોપાતું રહ્યું હોત તો બધા ની વિચારસરણી એક જ રહેત અને બધા આને પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાની આવનાર સંતાનોને પણ એક સારી શીખ આપત કે વસુધૈવ કુટુંબકમ ફક્ત બોલવાથી ના થાય એમાં પોતાના અંતરાત્માના પ્રયત્નોનું પણ એટલું જ યોગદાન હોય છે.

More interesting stories for you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.