Valentine Day Poem In Gujarati
Valentine Day Poem In Gujarati by our versatile writer Mrs. Hiral Pathak Mehta. પ્રેમ શું હોય, એનો એહસાસ કરાવે છે આ કવિતા. હિરલ બેન એ જાણે એમની લાગણીજ ભેળવી દીધી હોય આ કવિતા માં એવું લાગે છે. એક વાર અવશ્ય વાંચવા જેવી અને તમારા પ્રિયે ને સમર્પિત કરાય એવી કવિતા. એવું કહેવાય છે કે પ્રેમ તો માત્ર લાગણી થીજ વ્યક્ત કરાય છે.
મારી હા થી લઇ તારી હાશ સુધી,
મારા હાસ્ય થી લઈને તારા આંસુ સુધી,
મનના વિચારો થી લઇ તારા મૌન સુધી,
અવિરત ચાહતા રહીએ એ ચાહત સુધી,
ના દિવસ ના રાત ના સવાર ના સાંજ,
એકમેક માં હોય શ્વાસ એવા સહવાસ સુધી,
ફક્ત એક દિવસ માટે નહિ પણ શરીર માં જીવ હોય ત્યાં સુધી….
મારા આજ ,મારી કાલ ,મારા વર્તમાન થી લઇ મારા ભવિષ્ય સુધી,
પ્રેમ ની પરાકાષ્ઠા સુધી,
લોકો આપે મિસાલ આપણી, દિલ થી લઇ દિમાગ સુધી, બસ હું
અને તું આપણે એકબીજા ના valentine….
– હિરલ પાઠક મેહતા.
જો તમને આ કવિતા ગમે તો આને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવામાં અમારી સહાયતા કરજો.
Poems You May Like To Read
- Love Poem In Gujarati For Her
- Love Or Friendship Story
- Love Or Friendship Story Part 2
- Love or Friendship part 3
- Radha Krishna Love Poem
